Not Set/ કુમારસ્વામી લેશે મુખ્યમંત્રી પદના શપથ, પણ ઈતિહાસ રચશે અખિલેશ-માયાવતી, જાણો કેવી રીતે

લખનઉ, છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં સરકારના ગઠનને લઇ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા ચુંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું  છે. કુમારસ્વામી  આગામી બુધવારના રોજ CM પદના શપથ લઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ શપથવિધિમાં વિપક્ષના તમામ નેતા ભાગ લેવા પહોંચી શકે છે અને […]

Top Stories
667952 542688 mayawati akhilesh કુમારસ્વામી લેશે મુખ્યમંત્રી પદના શપથ, પણ ઈતિહાસ રચશે અખિલેશ-માયાવતી, જાણો કેવી રીતે

લખનઉ,

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં સરકારના ગઠનને લઇ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા ચુંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું  છે. કુમારસ્વામી  આગામી બુધવારના રોજ CM પદના શપથ લઇ શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે, આ શપથવિધિમાં વિપક્ષના તમામ નેતા ભાગ લેવા પહોંચી શકે છે અને ૨૦૧૯ની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવી શકે છે. ત્યારે આ શપથવિધિનો નજારો પણ કઈક અલગ અંદાજમાં જોવા મળી શકે છે. કારણ કે આ સમારોહમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના રાજકારણના બે દિગ્ગજ નેતા બસપા સુપ્રીમો માયાવતી અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.

આ શપથવિધિમાં બનશે ઈતિહાસ

ઉત્તરપ્રદેશના બે દિગ્ગજ નેતાઓ માયાવતી અને અખિલેશ બુધવારે યોજાનારી શપથવિધિમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેઓ પહેલીવાર તેઓ કોઈ સાર્વજનિક કાર્યક્રમના એક મંચ પર જોવા મળશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ દિવસે એક ઈતિહાસ બની શકે છે.

સોમવારે રાજધાની દિલ્હી પહોચીને કુમારસ્વામીએ આપ્યું આમંત્રણ

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામી દિલ્હી પહોચ્યા હતા અને તેઓએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને શપથવિધિમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ બસપાના સુપ્રીમો માયાવતી સાથે પણ મુલાકાત કરી હતી.

શપથવિધિમાં વિપક્ષી પાર્ટીઓના આ દિગ્ગજ નેતાઓ રહી શકે છે ઉપસ્થિત

બુધવારે યોજાનારા આ સમારોહમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના CM ચંદ્રાબાબુ નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, આરજેડીના નેતા અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ, DMKના નેતા એમ કે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પ્રાદેશિક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પેટા-ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવે માયાવતીના કર્યા હતા વખાણ

મહત્વનું છે કે, તાજેતરમાં યુપીના CM યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં યોજાયેલી પેટા-ચૂંટણીમાં SP અને બસપાએ ગઠબંધન કરીને તમામને ચોકાવી દીધા હતા અને આ ચૂંટણીમાં વિજય પણ મેળવ્યો હતો. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે આ દોસ્તીની વાતોને જણાવે છે.

ગોરખપુર અને ફૂલપુર પેટા-ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપને કારમો પરાજય આપ્યા બાદ અખિલેશ યાદવે ખુલીને માયાવતીની પ્રશંસા કરી હતી. પેટા-ચૂંટણીના રિઝલ્ટ બાદ તેઓ માયાવતીન મળવા માટે ગયા હતા.

જો કે ત્યારબાદ માયાવતીએ પણ કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટી અને બસપાની આ દોસ્તી જોવા મળી શકે છે.