Not Set/ જામિયા મીલ્લીયા ઇસ્લામીયાની વેબસાઈટ થઇ હેક: હેપ્પી બર્થડે પૂજા લખવામાં આવ્યું

દિલ્હી સ્થિત વિશ્વવિદ્યાલય જામિયા મીલ્લીયા ઇસ્લામિયા ની અધિકારીક વેબસાઈટ હેક કરી લેવામાં આવી હતી. વેબસાઈટ www.jmi.ac.in પર લોગીન કાર્ય બાદ કાળા રંગની સ્ક્રીન પર અંગ્રેજીમાં હેપ્પી બર્થડે પૂજા  લખેલું દેખાઈ રહ્યું હતું. સ્ક્રીન ની નીચે અંગ્રેજીમાજ લાલરંગ થી નાના અક્ષરોમાં Your LOVE લખેલું ટીકર રૂપે ચાલી રહ્યું હતું. અને બોટમ પર ડાબી બાજુ સફેદ રંગમાં […]

Uncategorized
33156205 1695080613920190 6101184847093432320 n જામિયા મીલ્લીયા ઇસ્લામીયાની વેબસાઈટ થઇ હેક: હેપ્પી બર્થડે પૂજા લખવામાં આવ્યું

દિલ્હી સ્થિત વિશ્વવિદ્યાલય જામિયા મીલ્લીયા ઇસ્લામિયા ની અધિકારીક વેબસાઈટ હેક કરી લેવામાં આવી હતી.
વેબસાઈટ www.jmi.ac.in પર લોગીન કાર્ય બાદ કાળા રંગની સ્ક્રીન પર અંગ્રેજીમાં હેપ્પી બર્થડે પૂજા  લખેલું દેખાઈ રહ્યું હતું.
સ્ક્રીન ની નીચે અંગ્રેજીમાજ લાલરંગ થી નાના અક્ષરોમાં Your LOVE લખેલું ટીકર રૂપે ચાલી રહ્યું હતું. અને બોટમ પર ડાબી બાજુ સફેદ રંગમાં T3AM લખવામાં આવ્યું છે.

યુનિવર્સીટીની વેબસાઈટ સોમવારે મોડી રાતે હેક થઇ છે. આની પાછળ કોણ જવાબદાર છે, એ હજુ સુધી ખબર પડી નથી. જામિયા
પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન પણ આવ્યું નથી.સોશિયલ મિડિયા પર લોકો અલગ અલગ ટીપ્પણીઓ કરી રહ્યા છે.

ટ્વીટર પર પણ આ વાત ખુબજ ટ્રોલ થઇ રહી છે.જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર હેક કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય, રક્ષમાંન્ત્રાલય,કાનુન અને શ્રમ મંત્રાલયની વેબસાઈટ પણ હેક થવાની ખબરો આવી હતી.