Not Set/ પાટણના બાસ્પા ખાતે ફાયરિંગની ઘટનામાં BSF ના જવાનનું મોત

પાટણ: પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે ફાયરિંગની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં BSF ના જવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે ગઈ કાલે સાંજના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં અજાણ્યા શખ્સે આવીને નરસંગજી વાઘેલા નામના એક […]

Top Stories Gujarat Others Trending

પાટણ: પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે ફાયરિંગની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં BSF ના જવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે ગઈ કાલે સાંજના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં અજાણ્યા શખ્સે આવીને નરસંગજી વાઘેલા નામના એક યુવાન ઉપર ધડાધડ ફાયરિંગ કરીને નાસી ગયો હતો.

એક અજાણ્યા શખ્સે કરેલા ફાયરિંગમાં નરસંગજી વાઘેલાને બે ગોળી વાગી હતી. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા નરસંગજી વાઘેલાને સારવાર માટે પહેલાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે તેને મહેસાણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નરસંગ વાઘેલાનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સે અંગત અદાવતમાં નરસંગ વાઘેલા ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને બે ગોળી વાગતાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક નરસંગ વાઘેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)માં ફરજ બજાવતો હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે બીએસએફના જવાન ઉપર ફાયરિંગ કરવાની ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ ફાયરિંગની ઘટના પાછળનો ઉદ્દેશ શું હતો, ફાયરિંગ કરનાર શખ્સ કોણ હતો, ફાયરિંગ કરનાર શખ્સ અને મૃતક નરસંગ વાઘેલા વચ્ચે કઈ બાબતમાં અણબનાવ બન્યો હતો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.