બજેટ સત્ર/ 3જી માર્ચે રજૂ થઈ શકે નવી સરકારનું પ્રથમ બજેટ

કેન્દ્રીય બજેટ પછી ગુજરાત વિધાનસભાનું બજેટ માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસારગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચે યોજાશે

Top Stories Gujarat Budget 2022 Gujarat
kishan bharvad 1 5 3જી માર્ચે રજૂ થઈ શકે નવી સરકારનું પ્રથમ બજેટ
  • 2જી માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર
  • રાજ્યપાલના સંબોધનથી શરૂ થશે સત્ર
  • 3જી માર્ચે રજૂ થઈ શકે નવી સરકારનું પ્રથમ બજેટ
  • 31 માર્ચ સુધી ચાલશે બજેટ સત્ર
  • રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચાલશે ચર્ચા
  • અંદાજ પત્ર પર ચાર દિવસ ચાલશે ચર્ચા
  • પૂરક માંગણીઓ પર થશે બે દિવસ ચર્ચા
  • અંદાજ પત્ર અને મતદાન માટે 12 દિવસ થશે ચર્ચા
  • સરકારી વિધેયકો પર 4 દિવસ ચાલશે ચર્ચા
  • સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે

કેન્દ્રીય બજેટ પછી ગુજરાત વિધાનસભાનું બજેટ માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસારગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચે યોજાશે અને 3 માર્ચે વિધાનસભામાં નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ કરશે. આ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

બજેટની શરૂઆત રાજ્યપાલના ભાષણ સાથે થશે. જેના ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. અંદાજપત્ર ઉપર ચાર દિવસ ચર્ચા ચાલશે. અને અંદાજપત્ર અને મતદાન માટે 12 દિવસ ચર્ચા ચાલશે. તો સરકારી વિધેયકો ઉપર ચાર દિવસ ચર્ચા ચાલશે. તો સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં આવશે. અને સમગ્ર બજેટ ચૂંટણીને આધારિત જ રજૂ કરવામાં આવશે તેવી શક્યતા છે.  આ બજેટથી રાજ્યના નાગરિકો તથા ખેડૂતોને મોટી અપેક્ષા છે. ઉપરાંત રાજ્યના બિઝનેસમેનોને પણ આ બજેટથી મોટી અપેક્ષા રાખી બેઠા છે.