Not Set/ ટ્રમ્પની મુલાકાત પહેલા લારી ગલ્લાઓ પર ફર્યું બુલડોઝર? શુ છે વાયરલ વીડિયોની સચ્ચાઇ,જાણો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી  ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. જેને લઈ સરકારી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વિડીયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જેસીબી મશીનથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. લારીઓમાં તોડફોડ થઈ રહી છે. ડોનાલ્ડ […]

Ahmedabad Gujarat
Untitled 181 ટ્રમ્પની મુલાકાત પહેલા લારી ગલ્લાઓ પર ફર્યું બુલડોઝર? શુ છે વાયરલ વીડિયોની સચ્ચાઇ,જાણો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી  ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. જેને લઈ સરકારી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વિડીયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જેસીબી મશીનથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

લારીઓમાં તોડફોડ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી તોડફોડ કરી ગરીબો પર જુલમ કરવામા આવતો હોવાના નામે ખોટી રીતે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

હકિકતે ઓરિસ્સાનો એક વીડિયો જેમાં લારીઓમાં તોડફોડ કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધુળ ધાણી કરી નાખ્યું હોવાના નામે વાયરલ કરવામાં આવેલા આ વીડિયોમાં  સરકારના નામે ખોટો વિડીયો વાયરલ કરાતા વર્ગ વિગ્રહ અને વયમનસ્ય ફેલાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.