Not Set/ ગુજરાત પેટાચૂંટણી, નામશેષ કોંગ્રેસ માટે પડતાં પર પાટુ, બદરુદ્દીન શેખનું કોંગ્રેસનાં પ્રવક્તા પદેથી  રાજીનામું

નામશેષને આરે આવેને ઊભેલી કોંગ્રેસ માટે હવે રોજ નવો દિવસ, નવો વિવાદ લઈને સામે આવી રહયો હોય તેમ લાગી રહ્યું છે. આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તેવા જ સમયે એક પ[આછી એક વિખવાદ ગુજરાત કોંગ્રેસનાં સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અને ખાસ કરીને મેગાસીટી અમદાવાદમાં હાલની […]

Top Stories Gujarat Politics
badruddin shaikh 8d80b502 854a 424d b243 aef23e7928a resize 750 ગુજરાત પેટાચૂંટણી, નામશેષ કોંગ્રેસ માટે પડતાં પર પાટુ, બદરુદ્દીન શેખનું કોંગ્રેસનાં પ્રવક્તા પદેથી  રાજીનામું

નામશેષને આરે આવેને ઊભેલી કોંગ્રેસ માટે હવે રોજ નવો દિવસ, નવો વિવાદ લઈને સામે આવી રહયો હોય તેમ લાગી રહ્યું છે. આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તેવા જ સમયે એક પ[આછી એક વિખવાદ ગુજરાત કોંગ્રેસનાં સામે આવી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં અને ખાસ કરીને મેગાસીટી અમદાવાદમાં હાલની કોંગ્રેસનાં પયાનાં પથ્થર સમા યુવા કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટનાં માધ્યમથી કોંગ્રેસમાંથી કંટાળી રાજનીતિમાંથી વિદાય લેવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષનાં જાતિવાદી રાજકારણથી કંટાળ્યા હોવાનાં કારણે ટ્વીટર પર પોસ્ટ કરી પોતાનો ઉભરો ઠાલવતા જયરાજસિંહ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘જાહેરજીવન-પક્ષની રાજનીતિથી થાકયો છું’, અને હવે ‘વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે’ ‘જય માતાજી…’

જ્યારે આજે બહેરામપુરા વોર્ડમાં ખાલી પડેલી કોર્પોરેટરની બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદથી કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે કોંગ્રેસના પ્રવક્તા તરીકે રાજીનામું આપી નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના સન્નિષ્ઠ 14 કાર્યકરોને બાજુએ હડસેલી કોર્પોરેશનમાંથી બે મહિના પહેલા જ નિવૃત્ત થયેલા કર્મચારી કમરુદ્દીન પઠાણને ટિકિટ અપાતા તેમણે વિરોધ નોધાવ્યો છે. બહેરામપુરામાં કોર્પોરેટર યુસુફ અજમેરીના અવસાનથી ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 22 ઓક્ટોબરે યોજાશે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેશ પરમારે માત્ર એક જ નામ પર પોતાની સહમતી આપતા આ વિવાદ થયો છે.

બદરુદ્દીન શેખના સમર્થનમાં શહેરના ઉપપ્રમુખ, મહામંત્રી પદ સહિત 10થી 12 હોદ્દેદારે પણ રાજીનામાં આપ્યા છે. જે રાજીનામા તેમણે કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યા છે. બદરુદ્દીન શેખે કોંગ્રેસના 14 જૂના કાર્યકરોમાંથી એકને ટિકિટ ફાળવવા પક્ષ મવોડીમંડળને સમક્ષ રજૂઆત કરી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ગુજરાત પેટાચૂંટણી, નામશેષ કોંગ્રેસ માટે પડતાં પર પાટુ, બદરુદ્દીન શેખનું કોંગ્રેસનાં પ્રવક્તા પદેથી  રાજીનામું

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.