Not Set/ ગઢડા સવામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કરી કહ્યું,…

ગઢડા બેઠકની તો અહીં સ્વામીનારાયણ મંદિરના સંતોએ પણ મતદાન કર્યું છે. સાથે જાહેર જનતાને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરજીવન સ્વામી અને સંતોએ પણ મતદાન કર્યું. તો ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને સંતો દ્વારા મતદાન કરાયું હતું.

Gujarat Others
kaprada 11 ગઢડા સવામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કરી કહ્યું,...

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારો થોડા નીરસ જણાઈ રહ્યા છે. તેમ છતાય મતદાન એ દરેક નાગરિકની પવિત્ર ફરજના ભાગરૂપે કરવું આવશ્યક છે. ગુજરાત રાજ્યમાં ૧૧.30 વાગ્યા સુધીમાં માત્ર ૨૩  ટકા જેટલું મતદાન થયુ છે.

Assembly By Election / જાણો સવારે 11.00 વાગ્યા સુધી ગુજરાતમાં થયેલા મતદાનની ટકાવારી ….

by election / કરજણમાં કોંગ્રેસનાં ત્રણ કાર્યકરોની ધરપકડ…

વાત કરીએ ગઢડા બેઠકની તો અહીં સ્વામીનારાયણ મંદિરના સંતોએ પણ મતદાન કર્યું છે. સાથે જાહેર જનતાને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરજીવન સ્વામી અને સંતોએ પણ મતદાન કર્યું. તો ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને સંતો દ્વારા મતદાન કરાયું હતું.

નોધનીય છે કે, આ પેટા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ મળી પાંચ બેઠકો ખુબ જ મહત્વની છે. સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો પર ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

નોધનીય છે કે, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.  ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. અને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. બંને રાજકીય પક્ષોએ તમામ બેઠકો પર જીતના દાવા કર્યા છે. આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે મતદારો તમામ 81 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ કરશે. આગામી 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે..