Not Set/ KYC ના બહાને વૃદ્ધાના ખાતામાંથી 16 લાખ ઉઠાવી લીધા ગઠિયાએ,જાણો કેવી રીતે થયું ઓનલાઈન ચીટિંગ

અમદાવાદમાં એક ગઠિયાએ વૃદ્ધનું ઓનલાઈન ચીટિંગ કરી તેના  ખાતામાંથી 16.73 લાખ રુપિયા ઉપાડી લીધા હતા.જો કે વૃદ્ધએ પોલિસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સાઇબર ક્રાઇમમાં નોંધાયો છે.અમદાવાદના મણીનગર પૂર્વ વિસ્તારોમાં આવેલી જયશુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 84 વર્ષિય કૌશિકરાય ભાશકરરાવ દેસાઇએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 16.73 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી છે. કૌશિકરાયે મણીનગરની Axis […]

Ahmedabad Gujarat
Untitled 158 KYC ના બહાને વૃદ્ધાના ખાતામાંથી 16 લાખ ઉઠાવી લીધા ગઠિયાએ,જાણો કેવી રીતે થયું ઓનલાઈન ચીટિંગ

અમદાવાદમાં એક ગઠિયાએ વૃદ્ધનું ઓનલાઈન ચીટિંગ કરી તેના  ખાતામાંથી 16.73 લાખ રુપિયા ઉપાડી લીધા હતા.જો કે વૃદ્ધએ પોલિસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સાઇબર ક્રાઇમમાં નોંધાયો છે.અમદાવાદના મણીનગર પૂર્વ વિસ્તારોમાં આવેલી જયશુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 84 વર્ષિય કૌશિકરાય ભાશકરરાવ દેસાઇએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 16.73 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી છે.

કૌશિકરાયે મણીનગરની Axis બેંકમાં પોતાનું અને તેમના પત્ની રમાબેનનું ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં તેમણે બચતની મૂડી જમા કરાવી હતી.

તારીખ 11 ડીસેમ્બરના રોજ કૌશિકરાયના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે તેની ઓળખ રધુકુમાર કુશવાહ તરીકે આપી હતી.

રઘુકુમારે પોતે ઓનલાઈન પેમેન્ટ કંપની Pay To માંથી   બોલતો હોવાનું જણાવ્યુ હતું. રધુકુમારે કૌશિકરાયને પેટીએમમાં કેવાયસી કરવાનું બાકી હોવાનું જણાવ્યું હતું. સામેની વ્યક્તિએ એવું કહ્યું હતું કે જો પેટીએમનું  કેવાયસી નહીં કરાવો તો તેમારું ખાતું બંધ થઈ જશ

કૌશિકરાય દવાઓના બીલ ચુકવવામાં તેમજ અન્ય બિલ પેમેન્ટ માટે પેટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોવાથી તેમને કેવાયસી કરવું જરૂરી લાગ્યું અને તેઓ રઘુની ટ્રેપમાં આવતા ગયા હતા.બીજી તરફ રઘુ પણ સારી રીતે જાણી ગયો હતો કે વૃદ્ધ થઈ ચૂકેલા કૌશિકરાયને લાંબી ટેક્નિકલ પ્રોસેસ નહિ ફાવે.

રઘુકુમારે કૌશિકરાયને બેંકમાં જઇને કેવાયસી કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. સાથે જ સામેની વ્યક્તિએ એવું કહ્યું હતું કે કંપનીએ સિનિયર સિટિઝનોને તકલીફ ન પડે તે માટે કેવાયસી પ્રોસેસ ઓનલાઇન કરવાની સુવિધા ઉભી કરી છે. રધુકુમારે અલગ અલગ વાતો કરીને કૌશિકરાયનો વિશ્વાસ કેળવ્યો હતો અને ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હોવાથી તેના થકી કેવાયસીની પ્રોસેસ થઇ શકે છે તેમ કહ્યુ હતું.

કૌશિકરાય એક્સિસ બેંકનું ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હોવાનું કહ્યુ હતું, જેથી રધુકુમારે યૂઝર આઇડી અને પાસવર્ડ માંગ્યો હતો. જોકે, કૌશિકરાયે શરૂઆતમાં યૂઝર આઇડી અને પાસવર્ડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઇન્કાર બાદ રધુકુમારે કૌશિકરાયને બાંહેધરી આપી હતી કે યૂઝર આઇડી પાસવર્ડથી કોઇ નુકશાન નહીં થાય અને બેંકમાં ગયા વગર કેવાયસીની પ્રોસેસ થઇ જશે. કૌશિક રાયે વિશ્વાસ કરીને ઇન્ટરનેટ બેન્કિંગના યૂઝર આઇડી અને પાસવર્ડ આપી દીધાં હતાં.

રધુકુમારે ત્રણ સવાલો પૂછ્યા હતા જેના જવાબો કૌશિકરાયે આપ્યાં હતાં. એટલું જ નહીં તેમણે મોબાઇલ પર આવેલો સિક્યુરિટી કોર્ડ પણ આપી દીધો હતો.

બાદમાં Paytmમાં અલગ અલગ લિમિટ રાખવાના બહાના હેઠળ ગઠિયાએ કૌશિકરાય પાસેથી OTP મેળવી લીધા હતા. ઓટીપી નંબર મળતા જ ગઠિયાયે કૌશિકરાય અને તેમની પત્નીના ખાતામાંથી 16.73 લાખ ઉપાડી લીધા હતા. સાઇબર ક્રાઇમે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.