રાજકીય/ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગમાંથી અને પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગમાંથી કેમ હટાવ્યા ?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગમાંથી અને પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગમાંથી હટાવ્યા છે. રાજ્યમાં થોડા મહિના પછી જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Gujarat
dhan labh 3 કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગમાંથી અને પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગમાંથી કેમ હટાવ્યા ?

ગત રોજ શનિવારના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગમાંથી અને પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગમાંથી હટાવ્યા છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓ બાદ જ રાજ્યમાં યોજાવાની છે. ભાજપના મહાસચિવ બીએલ સંતોષની રવિવારે રાજ્યની મુલાકાત પહેલા આ ફેરબદલ કરવામાં આવ્યો છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સિંઘવીને મહેસૂલ વિભાગના રાજ્યમંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે અને ઉદ્યોગ અને વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્રિવેદી પાસે હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કાયદો અને ન્યાય, વિધાનસભા અને સંસદીય બાબતોનો પોર્ટફોલિયો છે જ્યારે મોદી પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામોના મંત્રી તરીકે ચાલુ રહેશે.

કેમ દુર્ય હોદ્દા ઉપરથી 
વડોદરાના રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી આપત્તિ વ્યવસ્થાપન કાયદો અને ન્યાય, વિધાનસભા અને સંસદીય બાબતોનો હવાલો ચાલુ રાખશે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી નાગરિક ઉડ્ડયન, પરિવહન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસનો હવાલો ચાલુ રાખશે. ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અસમર્થતાની ફરિયાદો પછી, “મુખ્યમંત્રીએ તાજેતરમાં તેમને ચેતવણી આપી હતી.

ગુજરાત ભાજપના પ્રમુખ પણ નારાજ હતા
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ ફરિયાદોની તપાસ કરી રહ્યા હતા અને એક વર્ષમાં તેમની કામગીરીથી નાખુશ હતા. પ્રથમ વખત મંત્રી બનેલા પૂર્ણેશ મોદીએ જુલાઈમાં તેમના નામની એક એપ લોન્ચ કરી હતી જેથી કરીને લોકો રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અંગેની ફરિયાદો પર સરકાર સુધી પહોંચી શકે. ભારે વરસાદ બાદ સુરત સહિત રાજ્યના અનેક ભાગોમાં રસ્તાઓ તૂટ્યા કે ખાડા પડી ગયા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં, તેમણે રાજ્ય સરકારની નવી સુધારેલી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સોમનાથ અને અન્ય સ્થળોની યાત્રાએ ગયેલા 4000 વરિષ્ઠ નાગરિકો માટે – મોટાભાગે તેમના મતવિસ્તારમાંથી – 75 બસોને ફ્લેગ ઓફ કરી હતી. મંત્રી બન્યાના મહિનાઓમાં જ રાજેશ ત્રિવેદીએ કેમેરામેન સાથે મહેસૂલ કચેરીઓની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે ફેસબુક પર લાઈવ થઈને હેડલાઈન્સ બનાવી. પરંતુ પક્ષના નેતાઓ ફરિયાદો સંભાળવામાં મંત્રીઓ ઓછા કાર્યક્ષમ હોવાથી નાખુશ હતા. પાર્ટીનું માનવું છે કે આ લોકો તેમના પ્રચારને લઈને વધુ ચિંતિત હતા. જણાવી દઈએ કે રાજેન્દ્ર ત્રિવેદી અગાઉની વિજય રૂપાણી સરકારમાં વિધાનસભાના સ્પીકર હતા અને તેઓ અગાઉ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.