Not Set/ મોડાસા/ કોલેજ જતી યુવતીનું જાહેરમાં અપહરણ, ઘટના CCTVમાં કેદ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે સવારે કોલેજમાં જતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. જ્યારે યુવતી તેની  બહેનપણી સાથે કોલેજ જઈ રહી હતી ત્યારે સફેદ રંગની બોલેરો કારમાં આવેલા બે યુવકોએ તેનું અપહરણ કર્યું છે. તેની સાથે રહેલી તેની બહેનપણીઓએ યુવતીને બચવાનો પ્રયત્ન કર્યું પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહી હતી. આ ઘટનાથી રસ્તા પર લોકોના ટોળેટોળા […]

Gujarat Others
aamay 2 મોડાસા/ કોલેજ જતી યુવતીનું જાહેરમાં અપહરણ, ઘટના CCTVમાં કેદ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે સવારે કોલેજમાં જતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. જ્યારે યુવતી તેની  બહેનપણી સાથે કોલેજ જઈ રહી હતી ત્યારે સફેદ રંગની બોલેરો કારમાં આવેલા બે યુવકોએ તેનું અપહરણ કર્યું છે. તેની સાથે રહેલી તેની બહેનપણીઓએ યુવતીને બચવાનો પ્રયત્ન કર્યું પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહી હતી. આ ઘટનાથી રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

કારમાં આવેલા બે યુવકો અને આ યુવતીઓ સાથે ઝપાઝપી થઇ હતી. જે બાદ યુવાનો યુવતીનું અપહરણ કરીને મોડાસાથી બેરુંડા રોડ તરફ ફરાર થઇ ગયા હતાં. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંઘી યુવતીની શોધખોળ હાથ ઘરી છે.

aamay 3 મોડાસા/ કોલેજ જતી યુવતીનું જાહેરમાં અપહરણ, ઘટના CCTVમાં કેદ

મળતી માહિતી અનુસાર આજે સવારે માલપુર ગામની બે યુવતીઓ લેજમાં જઇ રહી હતી .તે દરમિયાન એક સફેદ રંગની બોલેરો કાર તેમની નજીક આવીને ઉભી રહી હતી. આ કારમાં બે યુવકો બેઠા હતાં. જેમને મોં પર બુકાની પણ બાંધી ન હતી. આ યુવતીઓ અને યુવાનો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. આ યુવાનો જાહેર રસ્તા પર યુવતીનું અપહરણ કરીને ગાડીમાં ફરાર થઇ ગયા હતાં.

 આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. મોડાસાનાં માલપુર બાયડનાં ધારાસભ્ય જસુભાઇ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

હાલ પોલીસ આ સ્થળનાં સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાથી રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાની સાથે જ માલપુરના કોંગી ધારાસભ્ય જશુ પટેલ પણ આવી પહોંચ્યા હતા. જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે મામલાને ઉકેલ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન