Not Set/ કોલેજીયનોએ વૃધ્ધો સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે

અમદાવાદ, વેલેન્ટાઇન ડે પર સામાન્ય રીતે પ્રેમીઓ એકબીજાને ગીફ્ટ આપીને આ દિવસની ઉજવણી કરતાં હોય છે પરંતું આ પ્રેમ-દિવસની ઉજવણી સામાજીક કામો કરીને પણ થઇ શકે છે.વેલેન્ટાઇન ડે પર અનેક લોકો ગરીબ પરિવારો સાથે ગાળે છે અથવા તો વૃધ્ધ લોકો સાથે સમય વીતાવતા હોય છે. વેલેન્ટાઇન ડેના રોજ અમદાવાદમાં આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં જઈને કોલેજિયનો […]

Gujarat

અમદાવાદ,

વેલેન્ટાઇન ડે પર સામાન્ય રીતે પ્રેમીઓ એકબીજાને ગીફ્ટ આપીને આ દિવસની ઉજવણી કરતાં હોય છે પરંતું આ પ્રેમ-દિવસની ઉજવણી સામાજીક કામો કરીને પણ થઇ શકે છે.વેલેન્ટાઇન ડે પર અનેક લોકો ગરીબ પરિવારો સાથે ગાળે છે અથવા તો વૃધ્ધ લોકો સાથે સમય વીતાવતા હોય છે.

વેલેન્ટાઇન ડેના રોજ અમદાવાદમાં આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં જઈને કોલેજિયનો અને સ્કુલના વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી હતી.આ યુવકોએ વૃદ્ધોની પુજા કરી હતી અને તેમની સાથે રમતો રમ્યા હતા. વિદ્યાર્થીઓ વૃદ્ધોને રેડ ગુલાબ અને ચોકલેટ આપીને વેલેન્ટાઈનની ઉજવણી કરી હતી.