Not Set/ બેંક માનહાનિ મામલોઃ આજે અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહેશે

મુંબઇ, પટના બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધી પે નોટબંધી દરમિયાન આપવામાં આવેલ એક નિવેદનના સંબંધમાં અમદાવાદમાં માનહાનીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અંગે આજે સુનવણી થશે કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને હાજર રહેવાનું નિર્દેશ આપ્યો હતો. નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ અમદાવાદ જિલ્લા સહકારી […]

Top Stories Ahmedabad Gujarat
fcsdj 2 બેંક માનહાનિ મામલોઃ આજે અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહેશે

મુંબઇ, પટના બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધી પે નોટબંધી દરમિયાન આપવામાં આવેલ એક નિવેદનના સંબંધમાં અમદાવાદમાં માનહાનીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અંગે આજે સુનવણી થશે

કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને હાજર રહેવાનું નિર્દેશ આપ્યો હતો. નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના (એડીસીબી) પર રૂ. 745 કરોડની બ્લેકમનીને વ્હાઈટ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ પછી, એડીસી બેંક અને તેના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એડીસી બેંક માનહાની કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધી 12 વાગ્યે સુધીમાં અમદાવાદ પહોંચશે. ત્યાંથી તેઓ સીધા કોર્ટ માટે 2 વાગ્યે રવાના થશે.

માનહાનિના કેસના મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને 27 મેના રોજ રજૂ થવાના આદેશ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ અપીલ કરતા કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધી 27 મેના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિવન જશે. એટલા માટે તેમણે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી જેને કોર્ટે સ્વીકારતાં રાહુલ અને સૂરજેવાલાને 12 જુલાઈના રોજ કોર્ટ સામે રજૂ થવા માટે આદેશ આપ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.