Not Set/ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 5 લાખને પાર, આજે નોધાયાં 14340  નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 14340  નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 158 દર્દીઓના મોત થયા છે
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 150 થી  વધુ મોત નોંધાઈ રહ્યા છે. 

Top Stories Gujarat
Untitled 323 રાજ્યમાં કોરોનાના કુલ કેસ 5 લાખને પાર, આજે નોધાયાં 14340  નવા કેસ

કોરોનાવાયરસ ની બીજી લહેર ગુજરાત રાજ્યમાં રીતસર તરખાટ મચાવી રહી છે.  ગુજરાત અને ગુજરાતની જનતા હાલમાં મેડિકલ કટોકટીનો સામનો કરી રહી છે.  ગુજરાતમાં વકરેલા કોરોનાને કેસમાં કોણ કોને દોષ દે તે જ હવે તો નક્કી નથી થઈ રહ્યું.  જનતાની  બેદરકારી કે પછી તંત્રની પણ આવડત પણ છેવટે ભોગવવું તો જનતા એ જ પડી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 14340  નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 158 દર્દીઓના મોત થયા છે
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 150 થી  વધુ મોત નોંધાઈ રહ્યા છે.

રાજ્યમાં કુલ કેસનો આંક 5 લાખને પાર કરી ચુક્યો છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 5,10,373 પહોંચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  7727 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,82,426 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,21,461 છે.

Untitled 320 રાજ્યમાં કોરોનાના કુલ કેસ 5 લાખને પાર, આજે નોધાયાં 14340  નવા કેસ

Untitled 321 રાજ્યમાં કોરોનાના કુલ કેસ 5 લાખને પાર, આજે નોધાયાં 14340  નવા કેસ

Untitled 322 રાજ્યમાં કોરોનાના કુલ કેસ 5 લાખને પાર, આજે નોધાયાં 14340  નવા કેસ