Covid-19/ રાજ્યમાં ફરી માથું ઉચકતો કોરોના, આજે નોધાયાં 515 નવા કેસ

રાજ્યમાં ફરી માથું ઉચકતો કોરોના, આજે નોધાયાં 515 નવા કેસ

Top Stories Gujarat Others
corona 32 રાજ્યમાં ફરી માથું ઉચકતો કોરોના, આજે નોધાયાં 515 નવા કેસ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ ફરી એકવાર કોરોના કેસમાં મોટો વધારો થઈ રહ્યોછે. રાજ્યમાં નોધાતા દૈનિક કેસનો આંક સતત વધી રહ્યો છે. જો કે હાલમાં રાજ્યમાં કોરોના વાઈરસ માટે રસીકરણ પણ ચાલી રહ્યું છે. છતાંય દૈનિક કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર રાજ્ય માટે ચિંતા જનક સમાચાર છે. હાલમાં રાજ્યમાં શાળાઓ પણ શરુ થી છે. ત્યારે શિક્શ્કોઅને વિધાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 515 કોરોના નવા કેસ નોધાયા છે.  જે સાથે રાજ્યમાં નોધાયેલા કુલ કેસની સંખ્યા 2, 72,240 થી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 વ્યક્તિ નું કોરોનાને કારણે મોત થયું છે.

Political / રામ કાર્ડ સામે હરેકૃષ્ણ હરેરામ અને નમઃ શિવાયનો નારો

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 405 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,64, 969 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2858 છે.

છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત 

અમદાવાદ કોર્પોરેશનમાં 113, સુરત કોર્પોરેશન 101, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-13, કચ્છ-11, રાજકોટ-10, આણંદ-9, ખેડા-9, સુરત-9, ભરુચ- 8, મહેસાણા-8, સાબરકાંઠા-8, ગાંધીનગર-7, જામનગર-7, ગીર સોમનાથ-6, જામનગર કોર્પોરેશન-6, જુનાગઢ કોર્પોરેશન-6, મહીસાગર-6 અને પંચમહાલમાં 6 કેસ નોંધાયા હતા.

Expenses / ભાજપ સરકાર, ‘શાહી સરકાર’ ! છેલ્લા બે વર્ષમાં હવાઈ મુસાફરી પાછળ આટલાં કરોડનો ખર્ચ