ગુજરાત રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલા કોરોનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2276 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,98,596 ઉપર પહોચ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં 1534 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો રાજ્યમાં કુલ 10,871 એક્ટિવ કેસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સામે લડવા માટે ટેસ્ટીંગ રૂપી હથિયાર નો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં બહારથી આવતા લોકો માટે છેલ્લા 72 કલાકમાં કરાવેલો કોરોના RTPCR રીપોર્ટ પણ ફર્જોયાત કરી દેવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં નવા 601 કેસ નોંધાયા છે. તો સુરતમાં શહેરમાં નવા 607 કેસ, વડોદરામાં શહેરમાં નવા 259 કેસ, રાજકોટ શહેરમાં નવા 145 કેસ, જામનગર શહેરમાં નવા 22 કેસ, ભાવનગર શહેરમાં 29 નવા કેસ નોંધાયા છે.

