Not Set/ પ્રસૂતિ માટે આવેલી મહિલાનું મોત, પરિવારજનોએ મચાવ્યો હંગામો

દહેગામ, દહેગામમાં આવેલા એક યસ્વી મેટરનીટી હોમના તબીબની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી. જેનું તબીબોએ સીઝેરિયન કરવા જણાવ્યું અને તેના માટે ફી માગી 70 હજાર રૂપિયા. જો કે મહિલા પરિવારજનોએ વિનંતિ કરતા આખરે 40 હજારની ફી નક્કી થઈ. ત્યાર બાદ ઓપરેશન હાથ ધર્યા બાદ મહિલાની પ્રસૂતિ […]

Gujarat

દહેગામ,

દહેગામમાં આવેલા એક યસ્વી મેટરનીટી હોમના તબીબની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી. જેનું તબીબોએ સીઝેરિયન કરવા જણાવ્યું અને તેના માટે ફી માગી 70 હજાર રૂપિયા. જો કે મહિલા પરિવારજનોએ વિનંતિ કરતા આખરે 40 હજારની ફી નક્કી થઈ.

ત્યાર બાદ ઓપરેશન હાથ ધર્યા બાદ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી પરંતુ સીઝેરિયન સમયે મહિલાનું મોત થઈ ગયું. જે બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ચૂપકીદીથી પરિવારજનોની સહી લેવામાં આવતા પરિવારજનોને શંકા ગઈ અને મહિલાનું મોત થયાની ખબર પડી ગઈ..ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનોએ હંગામો મચાવ્યો અને ડોક્ટર તેમજ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા. તો મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.