Not Set/ દાહોદ બોર્ડ એકઝામ પેપર લીક મામલે પોલીસે નોંધી ફરિયાદ

દાહોદ, સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે દાહોદની એક શાળામાં પેપર લીક થતા ચકચાર મચી ગઈ હતી. સાયન્સ અને ટેકનોલોજીનું પેપર લીક થતો વિડિયો વાઇરલ થયો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશીયલ મીડિયામાં ફરતું થયેલું આ પેપર સંજેલી ગામમાંથી વાયરલ થયું હોવાનું મનાય છે. દાહોદની SSC […]

Gujarat

દાહોદ,

સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે દાહોદની એક શાળામાં પેપર લીક થતા ચકચાર મચી ગઈ હતી. સાયન્સ અને ટેકનોલોજીનું પેપર લીક થતો વિડિયો વાઇરલ થયો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશીયલ મીડિયામાં ફરતું થયેલું આ પેપર સંજેલી ગામમાંથી વાયરલ થયું હોવાનું મનાય છે.

દાહોદની SSC બોર્ડનું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર વાયરલ થતા હંગામો મચી જવા પામ્યો હતો. શિક્ષણ અધિકારી અને તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગતરોજ બુધાવરે ધોરણ 10ના સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર સવારે 10 વાગ્યે શરુ થતા તેના  થોડાક સમય બાદ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર સોશીયલ મીડિયા પર ફરતું થયું હતું. વાયરલ થયેલા પેપરની ચકાસણી કરતા, તે પેપર બોર્ડ એકઝામમાં ધોરણ 10ની પરીક્ષાના ગતરોજ પૂછાયેલા સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર હોવાનું બહાર આવ્યું હતું.

આ પહેલામાં દાહોદ જીલ્લાના  એક પરીક્ષા કેન્દ્રમાં પેપર લીક થયાની  માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું. તમામ કેન્દ્રોમાંથી મળતા આંકડા પ્રમાણે ડમી સાથે કુલ ૧૪  કેસો નોંધાયા હતા.