Not Set/ દાહોદ: નાસતા ફરતા ખૂંખાર આરોપીને અંતે પોલીસને પકડવામાં મળી સફળતા

દાહોદમાં નાસતા ફરતાં ખુંખાર આરોપીને પકડવા પોલીસને સફળતા મળી છે. આ ખુંખાર આરોપીનું નામ સાનુય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી, ચોરી થવી, અપહરણ કરવું તેમજ લૂંટફાટ કરવાના બનાવોમાં વધારો થઇ રહ્યો હતો. સાનુય નામનો આ આરોપી જિલ્લા અને આજુબાજુ વિસ્તારમાં 52 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો હતો…અને છેલ્લા સાત […]

Gujarat
dahoddd દાહોદ: નાસતા ફરતા ખૂંખાર આરોપીને અંતે પોલીસને પકડવામાં મળી સફળતા

દાહોદમાં નાસતા ફરતાં ખુંખાર આરોપીને પકડવા પોલીસને સફળતા મળી છે. આ ખુંખાર આરોપીનું નામ સાનુય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી, ચોરી થવી, અપહરણ કરવું તેમજ લૂંટફાટ કરવાના બનાવોમાં વધારો થઇ રહ્યો હતો.

સાનુય નામનો આ આરોપી જિલ્લા અને આજુબાજુ વિસ્તારમાં 52 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો હતો…અને છેલ્લા સાત વર્ષથી આ આરોપી વોન્ટેડ હતો. પોલીસને આરોપીઓ જાણે આમ ખુલ્લો પડકાર આપતા હોય તેવી રીતે ગુના આચરતો હતો.

આ આરોપીના ત્રાસને લઇને લોકોએ પોલીસને વ્યાપક ફરિયાદો કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ આરોપીને કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. છતાં પણ આ આરોપી ગુનોઓ આચરીને પોલીસને હાથે તાલી આપીને ભાગી જતો હતો.

બાદ આ ગુનાના આરોપીને પકડવા દાહોદ જિલ્લાના પોલીસ વડા પ્રેમવીર સિંહએ તપાસ ક્રાઇમબ્રાંચને સોંપી હતી. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે હરકતમાં આવીને ગામના આજુબાજૂના વિસ્તારમાં તપાસ કરાવી હતી અને આરોપી તેના ગામમાં હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને ઝડપી પાડ્યો હતો અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.