Not Set/ સુરત: કિશોર ભજીયાવાળાનું મુશ્કેલીમાં વધારો, ડિમાન્ડ કેસમાં 175 મિલકતો લેવાઇ ટાંચમાં

સુરત, કિશોર ભજીયાવાળા પર વધુ એક કોરડો વિંઝાયો છે.આવકવેરા વિભાગ દ્વારા કિશોર ભજીયાવાળાના પરિવારની 175 મિલ્કતો પ્રોવિઝનલ એટેચમેન્ટ કરવામાં આવી છે.પરિણામે આ મિલકતો ન વેચી શકાશે ન ટ્રાન્સફર કરી શકાશે. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ એસેસમેન્ટ બાદ 1500 કરોડની ડિમાન્ડ કાઢી છે.જેની રિકવરી માટે વિભાગે કાર્યવાહી તેજ કરી છે. આ પહેલા આવકવેરા વિભાગ સાત કરોડની રિકવરીમાં […]

Top Stories Gujarat Surat
maya 3 સુરત: કિશોર ભજીયાવાળાનું મુશ્કેલીમાં વધારો, ડિમાન્ડ કેસમાં 175 મિલકતો લેવાઇ ટાંચમાં

સુરત,

કિશોર ભજીયાવાળા પર વધુ એક કોરડો વિંઝાયો છે.આવકવેરા વિભાગ દ્વારા કિશોર ભજીયાવાળાના પરિવારની 175 મિલ્કતો પ્રોવિઝનલ એટેચમેન્ટ કરવામાં આવી છે.પરિણામે આ મિલકતો ન વેચી શકાશે ન ટ્રાન્સફર કરી શકાશે. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ એસેસમેન્ટ બાદ 1500 કરોડની ડિમાન્ડ કાઢી છે.જેની રિકવરી માટે વિભાગે કાર્યવાહી તેજ કરી છે.

આ પહેલા આવકવેરા વિભાગ સાત કરોડની રિકવરીમાં કિશોર ભજીયાવાળાના ઘરેથી જપ્ત કરાયેલા દાગીનાની હરાજી કરી હતી.આ હરાજી દ્વારા ITએ રૂપિયા 1.85 કરોડ મેળવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે નોટબંધી સમયે કિશોર ભજીયાવાળાએ બેંકમાં કરોડો રૂપિયા જમા કરાવતા તેની કાળી કમાઈનો ભાંડો ફૂટ્યો હતો.જ્યાં આવકવેરા વિભાગના દરોડામાં હજારો કરોડની કાળી સંપત્તિ ઝડપાઈ હતી.