Not Set/ સુરેન્દ્રનગર/ શિક્ષણ સહાયક સહિતની વિવિધ ભરતીની  ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવા કરાઈ માંગ

અનુદાનિત શાળાના શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ 2017માં મંજુર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની વિદ્યાસહાયક ભરતી નું મહેકમ પણ અગાઉ મંજુર થઈ ગયું છે. આ બંને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટની પરીક્ષા આજથી બે-ત્રણ વર્ષ પહેલાં યોજાઈ ગઈ હતી.  શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત મુજબ તારીખ 5 જાન્યુઆરી 2020એ અનુદાનિત શાળામાં શિક્ષણ સહાયકની 5106 જગ્યા […]

Gujarat Others
29114aec1c9d960cd4c455cc4ed01c64 સુરેન્દ્રનગર/ શિક્ષણ સહાયક સહિતની વિવિધ ભરતીની  ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવા કરાઈ માંગ

અનુદાનિત શાળાના શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ 2017માં મંજુર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની વિદ્યાસહાયક ભરતી નું મહેકમ પણ અગાઉ મંજુર થઈ ગયું છે. આ બંને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટની પરીક્ષા આજથી બે-ત્રણ વર્ષ પહેલાં યોજાઈ ગઈ હતી.  શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત મુજબ તારીખ 5 જાન્યુઆરી 2020એ અનુદાનિત શાળામાં શિક્ષણ સહાયકની 5106 જગ્યા પર તેમજ વિદ્યા સહાયકની 3000 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી,પરંતુ 7 મહિના વિતવા છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી.

આથી આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે ૫ હજાર ની વધુ નોકરી વાંચ્છુક ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે, આથી આ બાબતે સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ આવેદનપત્ર પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવી છે.

વર્તમાનમાં ગુજરાત સરકારની ભરતીમાં મહિલા અનામત અંગેની સ્પષ્ટતા કારણે તમામ ભરતીને સ્થગિત કરવામાં આવી છે. GAD 01/08/18 ના પરિપત્ર અનુસંધાને મહિલા અનામતની ગણતરી અંગે જે પ્રશ્ન છે,એ નિમણૂંક માટે ફાઈનલ મેરીટ બનાવવામાં નડતરરૂપ બનતો પ્રશ્ન છે. ભરતીની જાહેરાત આપવી, ઓનલાઈન ફોર્મ ભરવા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું જેવી ભરતી પ્રક્રિયાઓમાં આ પ્રશ્ન નડતરરૂપ બનતો નથી.

તેમજ ભરતીની જાહેરાત આપવી અને ઓનલાઈન ફોર્મ ભરાવવા જેવી પ્રક્રિયા કોરોના મહામારી વચ્ચે પણ થઈ શકે તેમ હોવા છતાં કરવામાં ન આવી હોવાનું રજૂઆત કર્તાઓએ જણાવ્યું છે, આ નોકરી વાંચ્છુક ઉમેદવારોને અન્યાય થતા આવા ઉમેદવારો એ ઘરે રહીને ઉપવાસ આંદોલન શરૂ કરીને ન્યાય માંગવા છતાં પણ ન્યાય ન મળતો હોવાની રજૂઆત થવા પામી છે.

સચીન પીઠવા સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.