Not Set/ જગતનો તાત ચિંતામાં, વરસાદ ન આવતા બિયારણ બળી જવાનો ભય

ધોરાજી ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસુ સત્ર શરૂ થયા પછી પણ રાજ્યમાં જોઈએ એવો વરસાદ ન આવતા ખેડૂતોએ વાવેલુ બિયારણ સુકુ પડવા લાગ્યું છે. સામાન્ય રીતે ભીમ અગિયારસની આજુબાજુ વાવણી લાયક વરસાદ થતો હોય છે અને તેની આશાએ ખેડૂતો પોતાના ખેડેલા ખેતરમાં વાવેતર કરે છે. જેથી સારો વરસાદ થતા જ […]

Gujarat Trending
ahd 8 જગતનો તાત ચિંતામાં, વરસાદ ન આવતા બિયારણ બળી જવાનો ભય

ધોરાજી

ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસુ સત્ર શરૂ થયા પછી પણ રાજ્યમાં જોઈએ એવો વરસાદ ન આવતા ખેડૂતોએ વાવેલુ બિયારણ સુકુ પડવા લાગ્યું છે.

સામાન્ય રીતે ભીમ અગિયારસની આજુબાજુ વાવણી લાયક વરસાદ થતો હોય છે અને તેની આશાએ ખેડૂતો પોતાના ખેડેલા ખેતરમાં વાવેતર કરે છે. જેથી સારો વરસાદ થતા જ વાવેલું બિયારણ ઉગી નીકળે અને સારો પાક લઇ શકાય.

પરંતુ હાલ વરસાદ ખેંચાતા જગતનો તાત મુઝવણમાં મૂકાયો છે અને ખેતરમાં વાવેલુ બિયારણ બળી જવાની તૈયારીમાં છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો સારા વરસાદે તેની રાહ જોઈ રહ્યા છે. જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની શકે છે