Not Set/ ધોરાજી : કેરોસીન તથા એલડીઓનો જથ્થો કરાયો સીઝ

ધોરાજી ધોરાજીના જેતપુર રોડ પર LDOનો જથ્થો ધોરાજી પોલીસ દ્વારા ઝડપાયો હતો. ત્યારે ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના સંયુકત ઓપરેશનમાં 19 લાખ 44 હજારનો LDO જથ્થો સીઝ કરાયો હતો. મળતી માહિતી મુજબ ધોરાજીમાં એક જ મહિનાની અંદર બીજી જગ્યાએ ગેરકાયદેસર એલડીઓના વિક્રેતા ઝડપાયા હતા. સંયુકત ઓપરેશનમાં કેરોસીન તથા એલડીઓનો લાખો રૂપિયાનો જથ્થો […]

Gujarat
p ધોરાજી : કેરોસીન તથા એલડીઓનો જથ્થો કરાયો સીઝ

ધોરાજી

ધોરાજીના જેતપુર રોડ પર LDOનો જથ્થો ધોરાજી પોલીસ દ્વારા ઝડપાયો હતો. ત્યારે ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના સંયુકત ઓપરેશનમાં 19 લાખ 44 હજારનો LDO જથ્થો સીઝ કરાયો હતો. મળતી માહિતી મુજબ ધોરાજીમાં એક જ મહિનાની અંદર બીજી જગ્યાએ ગેરકાયદેસર એલડીઓના વિક્રેતા ઝડપાયા હતા.

સંયુકત ઓપરેશનમાં કેરોસીન તથા એલડીઓનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કરાયો હતો. ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના સંયુક્ત ઓપરેશનથી યોગ્ય બાતમીનાં આધારે જથ્થો ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે ધોરાજીનાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે આવેલ એક વેપારીને ત્યાં રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી એલડીઓ તથા કેરોસીનનો અનઅધિકૃત રૂપિયા અને 19 લાખ 44 હજારનો જથ્થો સીઝ કરાયો હતો..

ધોરાજી ખાતે એક જ મહીનાની અંદર બીજું આ કૌભાંડ ઝડપાયું છે ધોરાજી પંથકમાં ગેરકાયદેસરનુ એલડીઓનુ વેંહેચાણ કરતાં ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી છે ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીને મળી છે. આ બીજી સફળતા  19,44000 રૂપિયાનો જથ્થો સીઝ કરતાં કાળાં ધોળાનાં કારસ્તાન કરના ઓમાં આ ઘટનાને પગલે સન્નાટો છવાઈ ગયો છે.