Not Set/ નગરપાલિકાનાં અધિકારીઓ વાત ન ગણકારતાં નપામાં સેનિટેશનનાં ચેરમેનનું રાજીનામું

ધોરાજી, કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકામાં હનીફ કાદરમીયા સૈયદે ચેરમેન પદેથી રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઈ છે. ભ્રષ્ટાચાર અને લોકોનાં આરોગ્યનાં પ્રશ્નોની સેનીટેશન શાખાનાં ચેરમેન હનીફે અનેક રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. જો કે છતાં પણ નગરપાલિકાનાં અધિકારીઓ તેમની વાત ગણકારતાં ન હતાં તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. આથી તંગ આવીને પાલિકાનાં ચેરમેન પદેથી રાજીનામું […]

Gujarat
dhoraji નગરપાલિકાનાં અધિકારીઓ વાત ન ગણકારતાં નપામાં સેનિટેશનનાં ચેરમેનનું રાજીનામું

ધોરાજી,

કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકામાં હનીફ કાદરમીયા સૈયદે ચેરમેન પદેથી રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઈ છે. ભ્રષ્ટાચાર અને લોકોનાં આરોગ્યનાં પ્રશ્નોની સેનીટેશન શાખાનાં ચેરમેન હનીફે અનેક રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

જો કે છતાં પણ નગરપાલિકાનાં અધિકારીઓ તેમની વાત ગણકારતાં ન હતાં તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. આથી તંગ આવીને પાલિકાનાં ચેરમેન પદેથી રાજીનામું આપ્યું..તેમણે અધિકારીઓનાં ભ્રષ્ટાચારની તપાસની માગણી પણ કરી હતી.. અને  લોક સુખાકારીનાં કામો થતાં ન હોવાથી તેની તપાસની માગ કરી છે.

રાજકોટ ધોરાજીની કોંગ્રેસ સાશિત નગરપાલિકામાં સેનીટેશન શાખાના ચેરમેન હનીફ કાદરમીંયા સૈયદએ ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતાં ચકચાર મચી જવા પામી હતી.

ધોરજી નગરપાલિકામાં ખાતરમાં ભ્રષ્ટાચાર અને લોકોના આરોગ્યની પ્રશ્ર્નોની સેનીટેશન શાખાના અનેક ચેરમેનની રજૂઆતો ખૂદ નગરપાલિકાના અધિકારીઓ ગણકારતા ન હોવાથી તંગ આવેલા પાલિકાના ચેરમેને રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કર્યા છે.આ સાથે જ તેમણે અધિકારીઓના ખાતરના ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે અન્ય લોક સુખાકારીના કામો ન થતાં હોવાથી તપાસની માંગ કરી છે.