Not Set/ અમદાવાદ/ સાવધાન..!! શોર્ટકટથી રૂપિયા કમાવવા એક શખ્સે અપનાવી અજબ-ગજબ ટેકનીક, જાણીને ચોંકી જશો આપ

પોતાની મિલકતને કોઈને ભાડે આપતા પહેલા આ સમાચાર તમારે અવશ્ય વાંચવો જોઈએ. આજે દેશભરમાં કેટલાક ભેજાબાજ લોકો શોર્ટ કર્ટથી રૂપિયા કમાવવા માટે દરરોજ નવા નવા કીમિયા અપનાવી રહ્યા છે અને નિર્દોષ અને ભોળી પ્રજાની સાથે છેતરપિંડી આંચરી રહ્યા છે. અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં પોતાની માલિકીની દુકાન ધરાવતા પાલજીભાઈ મકવાણાનાં ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં […]

Ahmedabad Gujarat
ATM Thief અમદાવાદ/ સાવધાન..!! શોર્ટકટથી રૂપિયા કમાવવા એક શખ્સે અપનાવી અજબ-ગજબ ટેકનીક, જાણીને ચોંકી જશો આપ

પોતાની મિલકતને કોઈને ભાડે આપતા પહેલા આ સમાચાર તમારે અવશ્ય વાંચવો જોઈએ. આજે દેશભરમાં કેટલાક ભેજાબાજ લોકો શોર્ટ કર્ટથી રૂપિયા કમાવવા માટે દરરોજ નવા નવા કીમિયા અપનાવી રહ્યા છે અને નિર્દોષ અને ભોળી પ્રજાની સાથે છેતરપિંડી આંચરી રહ્યા છે.

અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં પોતાની માલિકીની દુકાન ધરાવતા પાલજીભાઈ મકવાણાનાં ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યકતિએ પોતાનો પરિચય કલ્પેશ તરીકે આપીને જણાવ્યું હતું કે તમે પોતાની મિલ્કતમાં એટીએમ મશીન લગાવવા માટે ઈચ્છા ધરાવો છો?  જેના જવાબમાં પાલજીભાઈએ હા પાડતા કલ્પેશે એટીએમ મશીન કેવી રીતે પોતાની મિલ્કતમાં લગાવવાની રહેશે તે માટેની શરતો અને રૂપિયાની માંગણી કરી હતી. કલ્પેશે જણાવેલી વાતોથી પાલજીભાઈ આર્કષિત થઇ ગયા હતા અને તેમણે આ વાતને કન્ફોર્મ કર્યા વિના ડાયરેક્ટ કલ્પેશે મોઢે માંગેલી રકમ 42 હજાર તેને ચૂકવી દીધી હતી. ત્યારબાદ એટીએમ મશીન કેટલા દિવસોમાં લાગી જશે? તે અંગેનો સવાલ પાલજીભાઈ દ્વારા પૂછવામાં આવતા કલ્પેશે 15 દિવસમાં લાગી જશે તેવો જવાબ આપ્યો હતો. જો કે, 15 દિવસ કરતા પણ વધારે સમય વીતી ગયા બાદ પણ એટીએમ મશીન ન લાગતા પાલજીભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 42 હજારની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.

…રિઝવાન શેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.