ધોરાજી/ વાડોદર ગામના એમી બેરા અમેરિકન ચૂંટણીમાં બન્યા વિજેતા

વડોદરા નિવાસી બાબુભાઈ 65 વર્ષ પૂર્વે અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમના પુત્ર એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમીન પણ ઘરાવે છે અને 3 ઓરડાનું મકાન પણ છે.

NRI News
bhayali 14 વાડોદર ગામના એમી બેરા અમેરિકન ચૂંટણીમાં બન્યા વિજેતા

55 વર્ષીય એમી બેરાએ કેલિફોર્નિયાના સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી જીત મેળવીને રેકર્ડ બનાવ્યો છે. ભારતીય સાંસદોમાં તેઓ સૌથી સિનિયર છે. આ વખતે તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પેટર્સનને હરાવ્યા છે. આ વખતે તેમને કુલ મતમાંથી 61 ટકા મત મળ્યા છે.  2016માં તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સ્કોટ જોન્સને હરાવ્યા હતા.

નોધનીય છે કે, મૂળ ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની અને છેલ્લા 65 વર્ષથી અમેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે.

વડોદરા નિવાસી બાબુભાઈ 65 વર્ષ પૂર્વે અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમના પુત્ર એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમીન પણ ઘરાવે છે અને 3 ઓરડાનું મકાન પણ છે.

કૌટુંબિક કે ગામના સારા પ્રસંગોમાં હાજરી આપે છે. વાડોદર ગામમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં તેમનું આર્થિક યોગદાન પણ મોટું છે. નાના સરખા ગામમાંથી નીકળી અમેરિકામાં સતત બે વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવવું તે ગૌરવવંતી છે.