Not Set/ ફર્ટીલાઈઝ ખાતરને પડકાર, ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને એરંડિયાનો મબલખ પાક લેવાયો

વેગડી ધોરાજીથી ૮ કિલોમીટર દૂર આવેલ વેગડી ગામની મહિલાએ તેમના ૨૦વિઘાં ખેતરમાં એરંડિયાની ખેતી કરી અને તેમાં ખાતર તરીકે છાણનો ઉપયોગ કર્યો અને જંતુનાશક દવા તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરી અને એરંડિયાનું મબલખ પાક ઉભો કર્યો. કહેવાયું છે કે સફળતા કોઈની હસ્ત રેખામાં નથી હોતી અને ચણેલ દીવાલ કોઈ નકશામાં નથી હોતી. પરંતુ કઈક મેળવવા માટે […]

Gujarat
chotaudepur 8 ફર્ટીલાઈઝ ખાતરને પડકાર, ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને એરંડિયાનો મબલખ પાક લેવાયો

વેગડી

ધોરાજીથી ૮ કિલોમીટર દૂર આવેલ વેગડી ગામની મહિલાએ તેમના ૨૦વિઘાં ખેતરમાં એરંડિયાની ખેતી કરી અને તેમાં ખાતર તરીકે છાણનો ઉપયોગ કર્યો અને જંતુનાશક દવા તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરી અને એરંડિયાનું મબલખ પાક ઉભો કર્યો.

કહેવાયું છે કે સફળતા કોઈની હસ્ત રેખામાં નથી હોતી અને ચણેલ દીવાલ કોઈ નકશામાં નથી હોતી. પરંતુ કઈક મેળવવા માટે કોઈને કોઈ પ્રયોગ અને મહેનત કરવી ખુબજ જરૂરી હોય છે.

chotaudepur 5 ફર્ટીલાઈઝ ખાતરને પડકાર, ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને એરંડિયાનો મબલખ પાક લેવાયો

કૃષિ ક્ષેત્રે ધોરાજીથી ૮ કિમિ દૂર આવેલ વેગળી ગામના મહિલા ખેડૂત ભાવનાબેન જોરિયાએ આજના ટેક્નિકલ અને આધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રે ભારત હરણ ફાળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ધોરાજીના વેગળી ગામની મહિલા ખેડૂતએ દેશી પધ્ધતિથી પોતાના ૨૦ વીઘાના ખેતરમાં એરંડિયાનું વાવેતર કરેલ છે અને રાસાયણિક ખાતરની જગ્યાએ છાણનો ઉપયોગ કરી અને એરંડિયાનો મબલખ પાક ઉભો કરી દીધો.

chotaudepur 7 ફર્ટીલાઈઝ ખાતરને પડકાર, ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને એરંડિયાનો મબલખ પાક લેવાયો

ભાવનાબેન જોરિયા ખેડૂતના જણાવ્યા અનુસાર કૂદકેને ભૂસકે વધી રહેલ રાસાયણિક ખાતરના ભાવથી ખેતી ખુબ ખર્ચાળ
બની છે અને ખેડૂતો વધુ પાક મેળવવા માટે નિત નવીન નુસખાઓ અપનાવી રહ્યા છે. ૨૦ વીઘાના ખેતરમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતરનો  ઉપયોગ વગર એરંડિયાની ખેતી કરી અને તેમાં માત્રને માત્ર છાણનો ખાતર તરીકે ઉપયોગ કર્યો છે અને જંતુનાશક દવા તરીકે ગોમૂત્રનો ઉપયોગ કર્યો છે જેનો ઉપગોગ ૧ વીઘે ૫ લીટર ગોમૂત્રનો છંટકાવ કર્યો છે જેના કારણે પાકનો મબલખ ઉત્પાદન મેળવ્યો.
chotaudepur 6 ફર્ટીલાઈઝ ખાતરને પડકાર, ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને એરંડિયાનો મબલખ પાક લેવાયો

ધોરાજી તાલુકાના વેગળી  ગામની  મહિલાએ છાણનો ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરી અને ખેડૂતોને નવી રાહ ચીંધી છે.