Gujarat/ અમદાવાદમાં લવજિહાદની ફરિયાદ, યુવકે ખોટી ઓળખ આપી યુવતી સાથે કર્યું કુકર્મ

અમદાવાદના આનંદનગરમાં રહેતી 31 વર્ષીય મહિલાએ જુહાપુરાના યુવક સામે લવ જેહાદની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat
police attack 72 અમદાવાદમાં લવજિહાદની ફરિયાદ, યુવકે ખોટી ઓળખ આપી યુવતી સાથે કર્યું કુકર્મ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં આનંદનગરમાં રહેતી 31 વર્ષીય મહિલાએ જુહાપુરાનાં યુવક સામે લવ જેહાદની ફરિયાદ નોંધાવી છે. એક સંતાનની માતાને યુવકે પોતે હિન્દૂ હોવાનું કહીને મિત્રતા કરી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું.

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં પરિણીત મહિલાએ જુહાપુરાના યુવક સામે દુષ્કર્મની અને લવજીહાદ જેવી ફરિયાદ નોંધાવી છે. 14 વર્ષના દીકરાની માતાને પતિ સાથે ઝઘડો ચાલતો હોવાથી દીકરા સાથે એકલી રહે છે. થોડા સમય પહેલા મહિલાના ઘરે ઇલેક્ટ્રિશિયન તરીકે આવેલા યુવકે મહિલાને પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપી અને તે બાદ બીજી વાર પણ ઇલેક્ટ્રીકનું કામ હોવાથી મહિલાએ આ યુવકને બોલાવ્યો. તે બાદ યુવકે મહિલાનો નંબર લઈને તેની સાથે વાતો કરી અને મિત્રતા કરી. મહિલાને પોતે હિન્દૂ હોવાની ઓળખ આપીને યુવકે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી જુહાપુરા, સાણંદ સહિતની અલગ અલગ જગ્યાઓએ લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું.

થોડાક સમય બાદ મહિલાને જાણ થઈ કે યુવક હિન્દૂ નહીં મુસ્લિમ છે અને તેનું નામ રમઝાન ઇકબાલભાઈ છે અને તે યુવક પોતે પરિણીત છે. જે બાદ યુવક મહિલાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી મારઝૂડ કરવાનું શરૂ કર્યું. જેથી મહિલાને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી યુવકને નજર કેદ કરીને કોરોના ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Crime / ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સહીત ચાર વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

education / ધોરણ-9 અને 11ના વર્ગ, સોમવારથી રાબેતા મુજબ શરૂ

Vaccination: ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સુરક્ષા કર્મીઓને અપાશે વેક્સિન રૂપ સુરક્ષા કવચ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો