Not Set/ Drugs માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી Drugs (ડ્રગ્સ)ની હેરાફેરી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આ વખતે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોકેઇનની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુબઈથી આવેલા અને મુંબઈ જઈ રહેલા એક નાઈજિરિયન મુસાફરના પેટમાંથી કોકેઇન Drugs (ડ્રગ્સ)ની 43 કેપ્સ્યુલ મળી આવી હતી. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ. 1.30 કરોડ રૂપિયાની થતી હોવાનું કહેવાય […]

Top Stories Ahmedabad Gujarat India World Trending
Drugs mafia syndicate member's stomach out of 1.3 crores cocaine

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી Drugs (ડ્રગ્સ)ની હેરાફેરી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આ વખતે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોકેઇનની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુબઈથી આવેલા અને મુંબઈ જઈ રહેલા એક નાઈજિરિયન મુસાફરના પેટમાંથી કોકેઇન Drugs (ડ્રગ્સ)ની 43 કેપ્સ્યુલ મળી આવી હતી. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ. 1.30 કરોડ રૂપિયાની થતી હોવાનું કહેવાય રહ્યું છે. એટલું જ નહિ, આ શખ્સ કોઈ સામાન્ય હેન્ડલર નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સિન્ડીકેટનો સભ્ય હોવાનું પણ બહાર આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એક નાઈજિરિયન મુસાફર રાત્રે દુબઇની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. આ પછી આ મુસાફર મંગળવારે સવારે જેટ એરવેઝની ફ્લાઇટમાં મુંબઇ જવા માટે નિકળ્યો હતો. મુંબઈ જવા માટે તે સિક્યોરિટી એરિયામાંથી ચેકિંગ કરાવીને બહાર નીકળતો હતો, તે સમયે તેની મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન તેના શરીર પર મેટલ ડિટેકટર ફેરવવામાં આવી રહ્યું હતું ત્યારે બીપ- બીપનો અવાજ આવ્યો હતો. જેના કારણે ફરજ પરના સીઆઇએસએફના જવાનોને શંકા જતા તેમણે એરપોર્ટ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.

Nigerian Drugs Mafia Drugs માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન

સીઆઈએસએફના જવાનોએ ઝીહો એલેક્સીસ નામના આ નાઈજિરિયન મુસાફરને એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો. જેના અંતર્ગત એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.બી. પ્રજાપતિએ નાઈજિરિયન મુસાફરને સિવીલ હોસ્પિટલમાં ચકાસણી માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેના શરીરની ચકાસણી કરવામાં આવી હતી.

Nigerian Drugs Mafia2 Drugs માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન

આ ચકાસણીમાં તેના પેટમાંથી 43 કેપ્સ્યુલ હોવાનુ જણાયું હતું. આથી તબીબોએ ફરજ પરના પોલીસ અધિકારીને જાણ કરી હતી. જેથી એસઓજીના એસીપી, FSL અને એનસીબીના અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ નાઈજિરિયન મુસાફરના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલની ચકાસણી કરી હતી. જેમાં આ કેપ્સ્યુલ્સમાં કોકેઇન નામનું ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું.

આ મામલે એરપોર્ટ પોલીસે આ નાઈજિરિયન મુસાફર સામે ગુનો નોંધીનેવધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Nigerian Drugs Mafia1 Drugs માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોલીસ તપાસ દરમિયાન નાઈજિરિયન પેસેન્જર કોઈ સામાન્ય હેન્ડલર નથી, પરંતુ તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સિન્ડીકેટનો સભ્ય હોવાનુ બહાર આવ્યુ છે. આથી પોલીસે હવે આ મામલે ભારે સાવચેત થઈને તપાસ હાથ ધરવી પડશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોકેઇન લાવવાની આ એક નવી મોડસ ઓપરન્ડી શરુ થઈ ગઈ છે. જેમાં કોકેઇનની કેપ્સ્યુલ બનાવીને તેને ગળી જઈને પેટમાં રાખવામાં આવે છે.