Not Set/ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના ફૂડ મેન્યુમાં નહિ હોય બીફ, BCCIએ COAને કરી ભલામણ

નવી દિલ્હી, ૨૧ નવેમ્બરથી ટીમ ઇન્ડિયાના શરુ થઇ રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ફૂડ મેન્યુમાં બીફ (માંસાહાર) નહીં હોય. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ટીમના ફૂડ મેન્યુ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને આ અંગે ભલામણ કરાઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાની તૈયારી માટે બનેલી BCCIના બે સભ્યોની ટીમ ઈચ્છે છે કે, ટીમના ફૂડ મેન્યુમાં બીફને ન સમાવવા અંગેની […]

Trending Sports
662d8ddc 611c 4e93 8167 167968d2e367 ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના ફૂડ મેન્યુમાં નહિ હોય બીફ, BCCIએ COAને કરી ભલામણ

નવી દિલ્હી,

૨૧ નવેમ્બરથી ટીમ ઇન્ડિયાના શરુ થઇ રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ફૂડ મેન્યુમાં બીફ (માંસાહાર) નહીં હોય. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ટીમના ફૂડ મેન્યુ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને આ અંગે ભલામણ કરાઈ છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાની તૈયારી માટે બનેલી BCCIના બે સભ્યોની ટીમ ઈચ્છે છે કે, ટીમના ફૂડ મેન્યુમાં બીફને ન સમાવવા અંગેની વાતને બીસીસીઆઈ અને સીએ (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા) વચ્ચે એમઓયુમાં પણ શામેલ કરવામાં આવે.

મહત્વનુ છે કે, નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની છે. આ વખતે બીસીસીઆઈ સલામત રમત રમી રહ્યુ છે.

આ પહેલા ઓગસ્ટમાં ટીમ ઇન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટીમના લંચ મેન્યુનો એક ફોટો ટ્વિટ કરવામાં આવ્યો હતો. આ મેન્યુમાં બ્રેસ્ડ બીફ પાસ્તા પણ શામેલ હતો.

જો કે ભારતીય ટીમના કેટલાક પ્રશંસકો ટ્વિટર પર આ મેન્યુને જાઈને ભડકી ઉઠ્યા હતા. ત્યારબાદ બીસીસીઆઈ તરફથી આ પ્રકારનુ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે.

૨૧ નવેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતે ૩ ટી-૨૦, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમવાની છે.

આ પ્રવાસ પહેલા ટ્રાવેલ, ક્રિકેટ પ્રેક્ટિસ અને ખાણી પીણી સંબંધિત વ્યવસ્થાની જાણકારી લેવા ઓસ્ટ્રેલિયા પહોંચેલ બીસીસીઆઈ ટીમે સીએને કહ્યુ છે કે, જો ફૂડ  મેન્યુમાં શાકાહારી આઈટમ રહેશે તો વધુ સારુ રહેશે.