ઇનસાઈટ સ્ટોરી/ કોણ છે મનોજ મોદી? જેમને મુકેશ અંબાણીએ 1500 કરોડનું ઘર કર્યું છે ગિફ્ટ

મનોજ મોદી મુકેશ અંબાણીના કોલેજ ફ્રેન્ડ છે. બંને ક્લાસમેટ રહી ચૂક્યા છે. બંનેએ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈમાં સાથે અભ્યાસ કર્યો છે.

Trending Business
મનોજ મોદી

મનોજ મોદી ફરી એકવાર સમાચારોમાં છે. અને આ ચર્ચાનું કારણ ફરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બન્યા છે. મુકેશ અંબાણીએ મનોજ મોદી માટે 1,500 કરોડનું ઘર ખરીદ્યું છે. આ ઘર 22 માળનું છે. મુકેશ અંબાણીના જમણા હાથ કહેવાતા મનોજ મોદી માત્ર રિલાયન્સના કર્મચારી જ નથી પરંતુ તેમના નજીકના મિત્ર પણ છે.

કોણ છે મનોજ મોદી?

મનોજ મોદી મુકેશ અંબાણીના કોલેજ ફ્રેન્ડ છે. બંને ક્લાસમેટ રહી ચૂક્યા છે. બંનેએ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈમાં સાથે અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સમાં કામ કરવાનું શરૂ કર્યું તો તેણે મનોજને પણ પોતાની સાથે બોલાવ્યો. મનોજ મોદી વર્ષ 1980થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં છે. મુકેશ અંબાણીએ બિઝનેસને લગતો કોઈ પણ મોટો નિર્ણય લેવો હોય તો તે મનોજ મોદી પર સૌથી વધુ વિશ્વાસ કરે છે.

મનોજ મોદી અંબાણીના બિઝનેસ સાથે જોડાયેલા છે એટલું જ નહીં, અંબાણી પરિવારમાં પણ તેમને ઘણું સન્માન આપવામાં આવે છે. તે અંબાણી પરિવારના બાળકો માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે. વર્ષ 2016માં મનોજ મોદીની દીકરીના લગ્ન મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે થયા હતા.

મનોજને રિલાયન્સમાં માસ્ટર માઈન્ડ પણ કહેવામાં આવે છે. મનોજ મોદીએ મુકેશ અંબાણીના હજીરા પેટ્રોકેમિકલ, જામનગર રિફાઈનરી, ટેલિકોમ બિઝનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ્સ સંભાળ્યા છે. મનોજ મોદીએ જામનગર રિફાઈનરીમાં કામ કરતાં કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓ વચ્ચે જબરદસ્ત લેવડદેવડ કરી હતી. આ પ્રોજેક્ટ પછી જ મનોજ મોદી મુકેશ અંબાણીના ફેવરિટ બની ગયા હતા. રિલાયન્સની Jio સર્વિસ પાછળ પણ મનોજ મોદીનું મગજ છે.

મનોજ મોદી હાલમાં કયા પદ પર છે?

હાલમાં મનોજ મોદી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર પદ પર છે. તેમણે ધીરુભાઈ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સમાં કામ શરૂ કર્યું, ત્યારબાદ મુકેશ અંબાણી અને તેમના પુત્રો-પુત્રીઓ ઈશા-આકાશ-અનંત અંબાણી સાથે પણ કામ કર્યું. મતલબ કે મનોજ મોદીએ અંબાણી પરિવારની ત્રણેય પેઢીઓ સાથે કામ કર્યું છે. પરંતુ, તેમ છતાં, તેનું નામ વધુ હેડલાઇન્સમાં નથી આવતું, તેનું કારણ તેનું લાઇમલાઇટથી દૂર રહેવું છે. તે પાર્ટીઓમાં દેખાતો નથી અને મીડિયાથી દૂર રહે છે. તેની કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજરી પણ નથી.

કેવું છે મનોજ મોદીનું ઘર?

મનોજ મોદીને અંબાણીએ ગિફ્ટમાં આપેલા ઘરનું નામ ‘વૃંદાવન’ રાખવામાં આવ્યું છે. આ ઘર મુંબઈના નેપિયન-સી રોડ પર બનેલું છે. નેપિયન-સી રોડ એ મુંબઈનો પોશ વિસ્તાર છે. આ ઈમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. આ 22 માળના ઘરનો દરેક માળ 8000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેના ડિઝાઇનર્સ તલાટી એન્ડ પાર્ટનર્સ એલએલપી છે. બિલ્ડિંગના 7 માળ માત્ર કાર પાર્કિંગ માટે આરક્ષિત છે. તેની ત્રણ બાજુથી સમુદ્રનો નજારો જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં લગાવવામાં આવેલ ફર્નિચર પણ ખૂબ જ ખાસ છે, જે ઇટાલીથી આયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સ્ટોક માર્કેટમાં વધારો/ બજારમાં ત્રણ દિવસથી ચાલતો ઘટાડો અટક્યો, સેન્સેક્સ 64 પોઇન્ટ વધીને બંધ આવ્યો

આ પણ વાંચોઃ IPL 2023/ ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું

આ પણ વાંચોઃ Britain-Inflation/ બ્રિટનમાં માઝા મૂકતી મોંઘવારીઃ ફુગાવો સળંગ સાતમાં મહિને દસ ટકાથી ઉપર