Not Set/ હોસ્પિટલના ઉદઘાટનમાં જ નીતિન પટેલ ગેરહાજર,ગૃહમંત્રીએ કર્યું લોકાર્પણ

અમદાવાદ, અમદાવાદમાં સીંગરવા ગામે 50 બેડની આધુનીક સરકારી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું,જો કે આ કાર્યક્રમમાં આરોગ્ય ખાતાનો ચાર્જ જેની પાસે છે તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. મહત્વનું છે કે, આમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ગેરહાજર રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન […]

Top Stories Ahmedabad Gujarat
ww0 9 હોસ્પિટલના ઉદઘાટનમાં જ નીતિન પટેલ ગેરહાજર,ગૃહમંત્રીએ કર્યું લોકાર્પણ
અમદાવાદ,
અમદાવાદમાં સીંગરવા ગામે 50 બેડની આધુનીક સરકારી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું,જો કે આ કાર્યક્રમમાં આરોગ્ય ખાતાનો ચાર્જ જેની પાસે છે તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
મહત્વનું છે કે, આમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ગેરહાજર રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના હતા. પરંતુ કયા કારણોસર તેઓ ગેરહાજર રહ્યાં તે એક લોકચર્ચાનો વિષય બન્યો છે.
આમ તો એવું કહેવાય છે કે નીતિન પટેલ  અયોધ્યા ગયા હોવાથી આ કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા.સરકારી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયમ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી હાજર રહેવાના હતા. પરંતુ નીતિન પટેલની સુચક ગેરહાજરીના કારણે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નવી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. જેથી લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળી શકે. પરંતુ નીતિન પટેલની ગેરહાજરી ભાજપના કેટલાય નેતાઓના મનમાં સવાલો ઉભા કર્યા હશે, તે વાત ચોક્કસ છે. પરંતુ નીતિન પટેલ છેલ્લા બે દિવસથી પોતાના નિર્ધારીત કાર્યક્રમમાં અયોધ્યા હોવાથી લોકાર્પણમાં હાજર ન રહી શક્યા.