Not Set/ અમદાવાદના નરોડા વિસ્તારમાં વ્હીલચેરની સગવડ ના હોવાથી વડીલ મતદારોને મુશ્કેલી

અમદાવાદના નરોડા વિસ્તારમાં મતદાન મથક ઉપર વ્હીલચેરની સગવડના હોવાથી વડીલ મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચુંટણી પંચે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનુ જાહેર કર્યુ હતુ અને ત્યારે જ એવી પણ જાહેરાત કરી હતી કે, વડીલ મતદારોને મતદાન માટે મુશ્કેલી ના પડે તે માટે વ્હીલચેર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પરંતુ […]

Gujarat
old voters gujarat 121417123508 1 અમદાવાદના નરોડા વિસ્તારમાં વ્હીલચેરની સગવડ ના હોવાથી વડીલ મતદારોને મુશ્કેલી

અમદાવાદના નરોડા વિસ્તારમાં મતદાન મથક ઉપર વ્હીલચેરની સગવડના હોવાથી વડીલ મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચુંટણી પંચે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનુ જાહેર કર્યુ હતુ અને ત્યારે જ એવી પણ જાહેરાત કરી હતી કે, વડીલ મતદારોને મતદાન માટે મુશ્કેલી ના પડે તે માટે વ્હીલચેર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પરંતુ નરોડા વિધાનસભા મતવિસ્તારની ઉમા શિક્ષણતીર્થ શાળામાં શરૂ કરાયેલા મતદાન કેન્દ્રમાં વ્હીલચેરની સુવિધા ના હોવાથી ખેમાભાઇ પરમાર નામના વડીલ મતદારને તેમના પરિવારજનો ખુરશીમાં બેસાડીને મતદાન કરવા માટે લાવ્યા હતા.