Not Set/ નર્મદા મુદ્દો ન ચાલ્યો એટલે ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે-રાહુલ ગાંધી

બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી થરાદ પહોચ્યા હતા. થરાદમાં તેમણે જનસભા સંબોધી હતી.જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યુ હતું. વિકાસનાં મુદ્દે ચાબખા માર્યો હતા. અને કહ્યુ હતુ કે નર્મદા મુદ્દો ન ચાલ્યો એટલે ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે.તેમણે કહ્યુ હતુ કે મોદીજી ભાષણમા પોતાના જ વાતો કરે છે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને આપી છે.મોદીને […]

Gujarat
DKpHCrNVYAAfUnd નર્મદા મુદ્દો ન ચાલ્યો એટલે ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે-રાહુલ ગાંધી

બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી થરાદ પહોચ્યા હતા. થરાદમાં તેમણે જનસભા સંબોધી હતી.જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યુ હતું. વિકાસનાં મુદ્દે ચાબખા માર્યો હતા. અને કહ્યુ હતુ કે નર્મદા મુદ્દો ન ચાલ્યો એટલે ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે.તેમણે કહ્યુ હતુ કે મોદીજી ભાષણમા પોતાના જ વાતો કરે છે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને આપી છે.મોદીને હવે જનતામાં વિશ્વાસ નથી જેથી ભાજપ હવે વિકાસની વાતો નથી કરતું. ઉદ્યોગપતિઓનું દેવું માફ, ખેડૂતોનું કેમ નહીં તેવો વેધક સવાલ કર્યો હતો. રાહુલે ભાષણમાં ગુજરાતના ખેડૂતોને અન્યાય થયાનો ઉલ્લેખ કર્યો હતો.ટાટા નેનોને પાણીના ભાવે જમીન આપી હતી. 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો અને ગબ્બરસિંહ ટેક્સ લગાવી વેપારીઓને હેરાન કર્યા હતા. વધુમાં કહ્યુ હતુ કે નોટબંદીથી કાળુધન પાછું આવ્યું નથી. અમારી સરકકાર આવશે તો અમે ખેડૂતોનું દેવું દસ દિવસમાં માફ કરીશું