Not Set/ કેન્દ્રમાં નમો વાઇ ફાઇ પકડાતા સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ કર્યો હોબાળો

સોમવારે ગુજરાત વિધાનસભાની ચુંટણીની મતગણતરી શરૂ થનાર છે.ત્યારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ મતગણતરી કેન્દ્રમાં નમો વાઇ ફાઇ પકડાતુ હોવાની ફરિયાદ કરતા હોબાળો મચી ગયો હતો.આ અંગેની જાણ થતા ચુંટણી પંચના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તમામ વાઇ ફાઇ બંધ કરાવ્યા હતા.સુરત શહેરની વિધાનસભા બેઠકોની મતગણતરી રિંગ રોડ ઉપર આવેલ ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં […]

Gujarat
23167703 547842915557668 7003816112869621212 n 22686 કેન્દ્રમાં નમો વાઇ ફાઇ પકડાતા સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ કર્યો હોબાળો

સોમવારે ગુજરાત વિધાનસભાની ચુંટણીની મતગણતરી શરૂ થનાર છે.ત્યારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ મતગણતરી કેન્દ્રમાં નમો વાઇ ફાઇ પકડાતુ હોવાની ફરિયાદ કરતા હોબાળો મચી ગયો હતો.આ અંગેની જાણ થતા ચુંટણી પંચના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તમામ વાઇ ફાઇ બંધ કરાવ્યા હતા.સુરત શહેરની વિધાનસભા બેઠકોની મતગણતરી રિંગ રોડ ઉપર આવેલ ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં થનારી છે ત્યારે જિલ્લા ચુંટણી પંચ દ્વારા સુરક્ષા સહિતના તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યુ છે.ત્યારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ચેડા ન થાય તે માટે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જ્યાં ઈવીએમ મુકાઈ છે ત્યાં શરૂઆતથી નજર રાખવામાં આવી રહી છે.સોમવારે મતગણતરી શરૂ થનાર ત્યારે એક દિવસ પહેલા મતગણતરી કેન્દ્રમાં નમો વાઇ ફાઇ પકડાતા કામરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ આ અંગે ફરિયાદ કરી હતી જેથી કોંગી કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા અને હોબાળો મચી ગયો હતો.