Not Set/ ઇલેક્શન કમિશને શરૂ કરી કવાયત, સભા સરઘસની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઇ

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ કેન્દ્રીય નેતાઓને પ્રચાર જંગમાં ઉતારી દીધા છે. જેને લઈને હવે રાજ્યમાં ચુંટણી પ્રચાર તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૫ ઓક્ટોબરે કેન્દ્રીય ચુંટણી કમિશનર એકે જ્યોતિએ ગુજરાતમાં બે તબક્કામાં ચુંટણી યોજવાની જાહેરાત કરી હતી. જે મુજબ ૯ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની […]

Gujarat
download ઇલેક્શન કમિશને શરૂ કરી કવાયત, સભા સરઘસની મંજુરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઇ

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ કેન્દ્રીય નેતાઓને પ્રચાર જંગમાં ઉતારી દીધા છે. જેને લઈને હવે રાજ્યમાં ચુંટણી પ્રચાર તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૫ ઓક્ટોબરે કેન્દ્રીય ચુંટણી કમિશનર એકે જ્યોતિએ ગુજરાતમાં બે તબક્કામાં ચુંટણી યોજવાની જાહેરાત કરી હતી. જે મુજબ ૯ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન થવાનુ છે જ્યારે ૧૪ ડિસેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો પર મતદાન થશે. અમદાવાદ શહેરની કુલ ૧૬ બેઠકો માટે પણ બીજા તબક્કામાં મતદાન થવાનુ છે. જેને લઈને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટર કાર્યાલયના કેમ્પસમાં શહેરમાં સભા, સરઘસ, રેલીના આયોજન માટે મંજુરી લેવા ખાસ સિંગલ વિન્ડો સેન્ટર શરુ કરવામાં ઓવ્યુ છે.

જિલ્લા કચેરીના સુત્રોનુ કહેવુ છે કે, અમદાવાદમાં ખાસ કરીને ૨૦ નવેમ્બર બાદ સભા, સરઘસ અને રેલી માટે મંજુરી મંગાઈ છે. જાકે, ઉમેદવારોએ સભાની મંજુરી માટે અરજીમાં સભાની તારીખ, સમય, સ્થળ, સભામાં હાજર રહેનાર વક્તાઓની યાદી, શ્રોતાઓની અંદાજિત સંખ્યા તેમજ મંડપ, બેરેટીક, ટેબલ, ખુરશી, બેનર્સ અને વાહન સહિતનો કુલ ખર્ચ વગેરે વિગતો આપવી પડશે. ૧૯ નવેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થઈ રહ્યો છે એટલે કે ૨૦ નવેમ્બરથી શહેરમાં ચુંટણીનો માહોલ જામશે. અત્યાર સુધી જિલ્લા કલેક્ટરની કચેરીમાં સભાઓ માટે ૮૯ અરજી આવી છે.