જાહેરાત/ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે! બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણાસમયથી અટકળો ચાલી રહી છે તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્ફરન્સ યોજાવવાની છે. 

Top Stories Gujarat India
13 2 આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે! બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણાસમયથી અટકળો ચાલી રહી છે તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્ફરન્સ યોજાવવાની છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને રાજકીય પક્ષો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. જેમાં આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

બે તબક્કામાં ચૂંટણી થઇ શકે છે
હિમાચલ પ્રદેશના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાના છે. ગુજરાતના પરિણામો પણ તેની સાથે જ જાહેર થઈ શકે છે. તેથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બે તબક્કામાં મતદાન ગુજરાતમાં થઈ શકે છે. મતદાનનો પ્રથમ તબક્કો 1 અથવા 2 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 4 અથવા 5 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

14 2 આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે! બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ