icc rankings/ ICC રેન્કિંગમાં ઇન્ડિયાની બાદશાહત,ભારત 3 ફોર્મેટમાં નંબર 1

ભારતે ઓસ્ટ્રેલિયાને  પાંચ વિકેટથી હરાવીને આઇસીસી રેન્કિંગમાં પણ બાદશાહત કાયમ કરી છે, ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ICC રેન્કિંગ ટીમ ભારત બની છે.

Top Stories Breaking News Sports
06e58a25 2df7 4466 909e f5959ee8ff9b ICC રેન્કિંગમાં ઇન્ડિયાની બાદશાહત,ભારત 3 ફોર્મેટમાં નંબર 1

ભારતે ઓસ્ટ્રેલિયાને  પાંચ વિકેટથી હરાવીને આઇસીસી રેન્કિંગમાં પણ બાદશાહત કાયમ કરી છે, ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ICC રેન્કિંગ ટીમ ભારત બની છે. હાલમાં પાકિસ્તાને પછાડીને 116 પાેઇન્ટ સાથે  ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર ભારત બિરાજમાન થયો છે. જયારે ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને માત આપીને 264 અંક સાથે પ્રથમ નંબરનો સ્થાન મેળવ્યો છે. જયારે ટેસ્ટમાં પણ ભારત 118 પોઇન્ટ સાથે નંબર વન બન્યો છે, ઓસ્ટ્રેલિયાના પણ ટેસ્ટમાં 118 પોઇન્ટ છે. ભારતે 3 ફોર્મેટમાં નંબર નો સરતાજ પ્રાપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 22 સપ્ટેમ્બરથી મોહાલીમાં શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી વ્હાઇટવોશ કરે છે તો તે પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે. જો ભારત શ્રેણી જીતવાની સાથે એક મેચ હારશે તો પણ તે નંબર વન પર રહેશે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના થોડા દિવસો પહેલા ટોપ પર પહોંચી જશે તો તેનાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ તો વધશે જ પરંતુ તે ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શનનો મંચ પણ તૈયાર કરશે.

નોંધનીય છે કે કે ક્રિકેટ ચાહકો આતુરતાથી ભારત વિ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા પાસે તમામ ફોર્મેટમાં નંબર વન રેન્ક મેળવીને ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે.