Gujarat/ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દુઃખદ નિધન

ગુજરાત રાજ્યના પૂર્વ  મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે.

Gujarat Others

ગુજરાત રાજ્યના પૂર્વ  મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે  અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું છે. કેશુભાઈના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અચાનક કેશુભાઈની તબિયત લથડી  હતી. અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ફેફસા અને હૃદયની ગંભીર બિમારી થી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે.

કેશુભાઈ પટેલ જન્મ૨૪ જુલાઇ, ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.

તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું

બેટી બચાવો / શિક્ષણ જગતને લાગ્યું લાંછન, શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે…

૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું

૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.

bihar elections / રવિશંકરે કહ્યું – કોંગ્રેસના નેતાઓ ભારત કરતા પાકિસ્તાન…

rajkot / નામચીન બુકી રાકેશ રાજદેવ સહિત છ શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્…