Not Set/ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી અને પોલીસ એકેડમી કમ્બોડીયાએ કર્યું વિશેષ MOU

મંગળવારે કમ્બોડીયા પોલીસ એકેડમીનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંઘીનગરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.  કમ્બોડીયા પોલીસમાં જનરલ, લેફન. જનરલ, મેજર જનરલ અને મેજર કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવમાં આવેલી  ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની આ મુલાકાત સમયે મહાનિયામક દ્વારા યુનિવર્સિટી ચલાવવામાં આવતા વિવિધ કોર્ષ, તાલીમ પ્રવૃતિ, કન્સલટન્સી, નોલેજ શેરીંંગ પ્રોગ્રામસ તેમજ આધુનિક ટેકનોલોજીનાં […]

Uncategorized
gfsu ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી અને પોલીસ એકેડમી કમ્બોડીયાએ કર્યું વિશેષ MOU

મંગળવારે કમ્બોડીયા પોલીસ એકેડમીનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંઘીનગરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.  કમ્બોડીયા પોલીસમાં જનરલ, લેફન. જનરલ, મેજર જનરલ અને મેજર કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવમાં આવેલી  ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની આ મુલાકાત સમયે મહાનિયામક દ્વારા યુનિવર્સિટી ચલાવવામાં આવતા વિવિધ કોર્ષ, તાલીમ પ્રવૃતિ, કન્સલટન્સી, નોલેજ શેરીંંગ પ્રોગ્રામસ તેમજ આધુનિક ટેકનોલોજીનાં સાપ્રાંત સમયમાં વધતા જતા ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.  તો સાથે ઉચ્ચ પ્રતિનિધીમંડળ તે જાણીને પણ ખુબ પ્રભાવીત થયું હતું કે, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, વિશ્વમાં એક માત્ર ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે.

આપને જણાવી દઇએ કે, આધુનિક વિશ્વમાં ગુનેગારો પણ આધુનિક બન્યા છે, અને ગુનામાં અવનવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનાને અંજામ આપતા થયા છે ત્યારે ફોરેન્સિક સાયન્સ અને ફોરેન્સિક ટેક્નોલોજી આ ગુનેગારો સુધી પહોંચવા અને દેશનાં રક્ષણ માટે અત્યંત મહત્વ પૂર્ણ બની ગઇ છે. અલબત આજના સમયે મહત્વપૂર્ણ કરતા પણ અનિવાર્ય કહેવું વઘારે યોગ્ય જણાય છે.

ગુનેગારો દ્વારા સાયન્સની અવનવી શોધનો ઉપયોગ સિફ્તતાથી ગુના આચરવામાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરક્ષાના આધાર સ્થંભોએ પણ ફોરેન્સિક સાયન્સની અનિવાર્યતા જાણી તેમાં પારંગત થવુ આવશ્યક બન્યું છે.

કમ્બોડીયા પોલીસ એકેડમીનાં ઉચ્ચ અધિકારીઓનું ડેલીગેશન પણ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીથી ખુબ પ્રભાવિત જોવા મળ્યુંં હતું. આપને જણાવી દઇએ કે, કોમ્બોડીયન ડેલીગેશન દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી સાથે એક વિશેષ MOU પણ કરવામાં આવ્યું છે.

MOU અંતરગત ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, કમ્બોડીયાનાંં પોલીસ અધિકારીઓને કમ્બોડીયામાં ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી સ્થાપવામાં, સાયન્સ લેબ સ્થાપવામાં અને સાયબર લોબોરેર્ટી સ્થાપવામાં તેમજ સાયબર ક્રાઇમ ઉકેલવા માટેનું પ્રશિક્ષણ આપશે અને મદદ કરશે.

આપને જણાવી દઇએ કે કમ્બોડીયન અધિકારીઓ વર્ષ 2020થી જ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે તાલીમ અને પ્રશિક્ષણ માટે આવશે. કમ્બોડીયન સરકાર દ્વારા આ MOUનો ત્વરીત અમલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.