Not Set/ ચાર ધારાસભ્યો રાજીનામા આપશે, ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

ભાજપના ચાર ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપશે.હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ, ભરત ડાભી અને પરબત પટેલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોંપશે. મહત્વનું છે કે આ ચારેય ભાજપના નેતાઓ લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા છે. હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટાયા છે.પરબત પટેલ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તો ભરતસિંહ ડાભી […]

Top Stories Ahmedabad Gujarat
ghdlhy 4 ચાર ધારાસભ્યો રાજીનામા આપશે, ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

ભાજપના ચાર ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપશે.હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ, ભરત ડાભી અને પરબત પટેલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોંપશે.

Hasmukh Patel MLA MLA ચાર ધારાસભ્યો રાજીનામા આપશે, ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

મહત્વનું છે કે આ ચારેય ભાજપના નેતાઓ લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા છે. હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટાયા છે.પરબત પટેલ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તો ભરતસિંહ ડાભી પાટણ અને રતનસિંહ પંચમહાલ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.આ ચારેય નેતાઓના રાજીનામા બાદ ખાલી પડેલી વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.

Parbat Patel ચાર ધારાસભ્યો રાજીનામા આપશે, ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

બીજી તરફ પેટાચૂંટણીમા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો ધારાસભ્ય પદ તરીકેના શપથ લેશે. ભાજપના નવા બનેલા ધારાસભ્યો આશા પટેલ, જવાહર ચાવડા, પરશોતમ સાબરીયા અને રાઘવજી પટેલ શપથ લેવાના છે.

Ratansinh Rathod MLA ચાર ધારાસભ્યો રાજીનામા આપશે, ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમની પાસેથ ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. ઉલ્લેખનીય છે કે, આશા પટેલ ઊંઝાથી, જવાહર ચાવડા માણાવદરથી, મરસોત્તમ સાબરીયા ધ્રાંગધ્રાથી તથા રાઘવજી પટેલ જામનગરથી ચૂંટાયા છે.

 

Bharatsinhji Dabhi ચાર ધારાસભ્યો રાજીનામા આપશે, ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

ગાંધીનગરઃ 4 ધારાસભ્યોએ લીધા શપથ…..