સુરત,
મુંબઇ અમદાવાદ મુખ્ય ધોરી માર્ગ પર સુરતના કીમ પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત નિ૫જયા છે. ચાર રસ્તાના ભભોરા પાટીયા પાસે વહેલી સવારે એક ટ્રક ધડાકાભેર ટેન્કર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે.
ગોઝારા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકની કતારો સર્જાઇ છે. IRB, 108ની ઇમરજન્સી ટીમ અને પાલોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યા હતો અને મૃતદેહ બાહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિત અનુસાર, અમદાવાદથી મુંબઇ જવાના નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે સુરતના ભભોરા પાટીયા નજીક રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ઝીંગા ભરેલું કન્ટેનરને અથડાતાં. આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. તો બીજી તરફ ઝીંગા ભરેલા કન્ટેનરમાં બેઠેલા ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
જો કે, આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ આઈ.આર.બીની ટિમ, કામરેજની 108ની ટીમ અને પાલોદ પોલીસ પણ સ્થળે પહોંચી ગઇ હતી. જો કે, પાલોદ પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. કલાકોની મહેમત બાદ કન્ટેનરમાં ફસાયેલા મૃતદેહો બહાર કાશી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
