Not Set/ CMના રાજીનામાની અફવા મુદ્દે સાયબર ક્રાઈમને સોંપાઈ તપાસ, સરકારને બદનામ કારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે: પ્રદીપ સિંહ

ગુજરાત, મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની અફવા અંગે હવે મોટી વાત સામે આવી છે. CMના રાજીનામાની અફવા અંગે સાઈબર ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વાતને સરકારને અસ્થિર કરવાનું કાવતરું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં તેમણે રાજીનામુ આપ્યું છે. તેવી અફવા […]

Top Stories Trending
CMના રાજીનામાની અફવા મુદ્દે સાયબર ક્રાઈમને સોંપાઈ તપાસ, સરકારને બદનામ કારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે: પ્રદીપ સિંહ

ગુજરાત,

મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની અફવા અંગે હવે મોટી વાત સામે આવી છે. CMના રાજીનામાની અફવા અંગે સાઈબર ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વાતને સરકારને અસ્થિર કરવાનું કાવતરું જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં તેમણે રાજીનામુ આપ્યું છે. તેવી અફવા વહેતી થઈ હતી. જેના પગલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ અફવા સરકારને અસ્થિર કરવાનું કાવતરું છે. જે મુદ્દે સાઈબર ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ગત એક મહિનાથી CM રૂપાણીના રાજીનામાની ચાલી વાત ચાલી રહી છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના રાજીનામાંથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાંની ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી જોરશોરથી ચાલી હતી.

જેને રાજ્ય સરકારે પણ ગંભીર ગણીને આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, બુધવારે કેબીનેટ બેઠક મળી હતી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજીનામું આપી દીધું છે.  તેથી શંકાની સોય હાર્દિક પટેલ તરફ પણ છે. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા ન સંભાળી શકવાના આક્ષેપો તેમના પર લાગી રહ્યા છે.

તેમનું રાજીનામું આગામી સમયમાં મંજૂર કરવામાં આવશે, આગામી ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે તેમ પણ હાર્દિકે કહ્યું હતુંમારો દાવો છે કે, ક્ષત્રિય કે પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની ભાજપને ઇચ્છા છે.

સોશિયલ મીડિયામાં CMના રાજીનામાની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકારે CMના રાજીનામાની અફવાઓને ગંભીરતાથી લીધી છે.