Not Set/ ગીર સોમનાથ: કોડીનારના નવાગામે મગરે મચાવી દોડધામ,વન વિભાગે પૂર્યો પાંજરે

ગીર સોમનાથ, ગીરસોમનાથના કોડીનારના નવાગામે મગર ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી. 4 ફૂટની લંબાઈ ધરાવતો આ મગર ખેતરના પાણીની પાઈપમાં ઘુસી ગયો હતો.બનાવ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની રેસક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. કલાકોની ભારે જહેમતને અંતે મગર પાંજરે પુરાયો હતો. મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આપને […]

Gujarat Others Videos
gdg 1 ગીર સોમનાથ: કોડીનારના નવાગામે મગરે મચાવી દોડધામ,વન વિભાગે પૂર્યો પાંજરે

ગીર સોમનાથ,

ગીરસોમનાથના કોડીનારના નવાગામે મગર ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી. 4 ફૂટની લંબાઈ ધરાવતો આ મગર ખેતરના પાણીની પાઈપમાં ઘુસી ગયો હતો.બનાવ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની રેસક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. કલાકોની ભારે જહેમતને અંતે મગર પાંજરે પુરાયો હતો. મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

આપને જણાવી દઈએ કે આ ગામમાં એક સપ્તાહ પૂર્વે પણ હરસિદ્ધિ માતાના મંદિરમાં મહાકાય મંગર ઘુસી ગયો હતો.એક સપ્તાહમાં આ પ્રકારની આ બીજી ઘટના છે.