Not Set/ મહેસાણા/ સગા પિતાએ 4 વર્ષ સુધી કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, બચીને માસીના ઘરે ગઈ તો ત્યાં માસાએ પણ બગાડી નજર

રાજ્યમાં હજુ પણ દુષ્કર્મનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. સરકાર એક બાજુ બેટી પઢવ બેટી બચાવના નારા લગાવી રહી છે. ત્યારે આવામાં અવારનવાર દીકરીઓ પર દુષ્કર્મની ઘટાઓ વધી રહી છે. દીકરીઓ ઘરની બહાર તો સુરક્ષિત નથી જ સાથે સાથે પોતાના ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત રહી નથી. આવામાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. […]

Gujarat Others
rape 1 મહેસાણા/ સગા પિતાએ 4 વર્ષ સુધી કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, બચીને માસીના ઘરે ગઈ તો ત્યાં માસાએ પણ બગાડી નજર

રાજ્યમાં હજુ પણ દુષ્કર્મનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. સરકાર એક બાજુ બેટી પઢવ બેટી બચાવના નારા લગાવી રહી છે. ત્યારે આવામાં અવારનવાર દીકરીઓ પર દુષ્કર્મની ઘટાઓ વધી રહી છે. દીકરીઓ ઘરની બહાર તો સુરક્ષિત નથી જ સાથે સાથે પોતાના ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત રહી નથી. આવામાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ જ પોતાની દીકરીને તેની હવસનો શિકાર બનાવી હતી.

આપને જણાવી દઈએ કે મહેસાણા એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની કિશોરીએ તેના પિતા અને માસ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર છેલ્લા 4 વર્ષ સુધી કિશોરીને તેનો પિતા તેની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. આ મામલે કિશોરીએ તેની માતાને જાણ કરી તો તેની માતાએ આ મામલે કંઈ ધ્યાન ન આપતા કિશોરી તેના પિતાથી બચવા તેના માસીના ઘરે ગઈ હતી.

પિતાથી બચીને કિશોરી તેના માસી ઘરે ગઈ ત્યાં તેના પર તેના માસાએ નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં પણ તેના શરીર પર બચકાં ભરીને વિકૃતિની તમામ હદ તોડી નાખી હતી.

આ મ્મલે કિશોરી કોઈને કહીના શકતા કિશોરીએ પાટણ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસે શબ્દો અને આંસુ સાથે ઠાલવેલી વેદનાને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ચર્ચાસ્પદ બની ગયો.

આ મામલે મહેસાણા એ ડિવિજન પોલીસે કિશોરીના પિતા અને માસા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તેણીને મેડિકલ માટે મહેસાણા સિવિલમાં મોકલી આપી હતી, જ્યારે આ ગુનામાં પોલીસે કિશોરીના પિતાની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.