Not Set/ રાજકોટ/ યુવતીને એક સાથે 14 ઇ મેમો મળ્યા, ઘરની બહાર જ છે કેમેરા

રાજ્ય સરકારે ભલે  હેલ્મેટનો કાયદો હળવો કર્યો હોય પરંતુ શહેરોના રસ્તા પર હજુ પણ હેલ્મેટ વગર ફરનાર વાહનચાલકો પર કાયદાનો દંડો ઝીકાઈ રહ્યો છે.રાજકોટમાં હેલ્મેટ વગર વાહન ચલાવતી એક યુવતીને 14 જેટલા ઇ મેમો મળ્યા છે.રાજકોટના રૈયારોડ પરના કનૈયા ચોક પાસે શિવપરા શેરી નં 4માં રહેતી યુવતીને એક સાથે 14 મેમો પોલીસે ફટકારતા યુવતીની હાલત […]

Rajkot Gujarat
Untitled 197 રાજકોટ/ યુવતીને એક સાથે 14 ઇ મેમો મળ્યા, ઘરની બહાર જ છે કેમેરા

રાજ્ય સરકારે ભલે  હેલ્મેટનો કાયદો હળવો કર્યો હોય પરંતુ શહેરોના રસ્તા પર હજુ પણ હેલ્મેટ વગર ફરનાર વાહનચાલકો પર કાયદાનો દંડો ઝીકાઈ રહ્યો છે.રાજકોટમાં હેલ્મેટ વગર વાહન ચલાવતી એક યુવતીને 14 જેટલા ઇ મેમો મળ્યા છે.રાજકોટના રૈયારોડ પરના કનૈયા ચોક પાસે શિવપરા શેરી નં 4માં રહેતી યુવતીને એક સાથે 14 મેમો પોલીસે ફટકારતા યુવતીની હાલત કફોડી બની હતી.

20 વર્ષની પૂજા પ્રકાશભાઈ પવારના ઘરથી 50 ફૂટના અંતરે જ કેમેરો આવેલો હોવાથી ઘરમાંથી સ્કૂટર બહાર કાઢતાં તે અવારનવાર  કેમેરામાં કેદ થઇ જતી હતી.પૂજાને હવે એક સાથે અનેક ઇ મેમો મળ્યા છે.

પૂજાએ જણાવ્યું હતું કે, ગત તા.18ના પોતે પરિવાર સાથે બહારગામ ગઇ ત્યારે રૈયાધારમાં રહેતી તેની બહેન રાજેશ્રી પ્રકાશભાઇ ભાટીના ઘરે પોલીસ પહોંચી હતી અને પૂજા પવારના તેના સ્કૂટર સાથેના 14 ઇ–ચલણ મેમોનું બંચ ફટકાર્યું હતું.

પૂજાએ જણાવ્યું હતું કે, તેના ઘરથી 50 ફૂટ દૂર જ આઇવે પ્રોજેક્ટનો સીસીટીવી કેમેરો છે અને પોતે કોલેજમાં અભ્યાસ ઉપરાંત નોકરી પણ કરે છે. તેને 29 મે થી 26 નવેમ્બર સુધીના 14 ઇ–ચલણ ફટકારાયા છે. જેમાં 10માં રૂ.300-300 અને એકમાં રૂ.500નો તેમજ મહિલા કોલેજ પાસે રોંગ સાઇડનો રૂ.1500નો દંડ ફટકારાયો છે. કુલ 14 મેમોમાં પૂજાને રૂ.5600નો દંડ ઝીંકાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન