Not Set/ ગુજરાત/ ખેડૂતોને વળતર ચૂકવવા અંગે સરકારની મોટી જાહેરાત

ઉપર ઉપરી બંને સીઝન માં વરસાદી વિઘ્ન ને કારણે  ગુજરાતના ખેડૂત ને મોટું નુકશાન થયું છે. ખેતીની આવકમાં મોટો માર પડ્યો છે. અધૂરામાં પુરુ હાલમાં આવેલા માવઠાએ ખેડૂતને પડતા પર પાટું માર્યા જેવો ઘાટ થયો છે. જેને પગલે ગુજરાત સરકારે ખેડૂતોને  સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના મંત્રી આરસી ફળદુએ જાહેરાત કરી […]

Top Stories Gujarat
faldu ગુજરાત/ ખેડૂતોને વળતર ચૂકવવા અંગે સરકારની મોટી જાહેરાત

ઉપર ઉપરી બંને સીઝન માં વરસાદી વિઘ્ન ને કારણે  ગુજરાતના ખેડૂત ને મોટું નુકશાન થયું છે. ખેતીની આવકમાં મોટો માર પડ્યો છે. અધૂરામાં પુરુ હાલમાં આવેલા માવઠાએ ખેડૂતને પડતા પર પાટું માર્યા જેવો ઘાટ થયો છે.

જેને પગલે ગુજરાત સરકારે ખેડૂતોને  સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના મંત્રી આરસી ફળદુએ જાહેરાત કરી છે કે, આગામી એક સપ્તાહમાં ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાની સામેનું વળતર ચૂકવી દેવામાં આવશે.  તેમજ મગફળી પકવતા અને વેચતા ખેડૂતોને પણ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઈ છે. 25મી ડિસેમ્બરથી ખેડૂતોને રાહતપેકેજ મુજબ સહાય ચૂકવવાનું રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાશે.

આ અંગે કૃષિ વિભાગના મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને જે નુકશાન થયુ, તે નુકશાનની સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારમાં જુદી જુદી બેઠક થઈ છે. જે અંગે નિર્ણય લેવાયો છે કે, ખેડૂતોને તેમને થયેલા નુકશાનીના સર્વે મુજબ રાહત પેકેજ જાહેર કર્યું. તેમાં 3795 કરોડની સહાય આપવાનો નિર્ણય થયો છે. 17 લાખ ખેડૂતોએ અરજી કરી છે.

આગામી સપ્તાહમાં રાહત પેકેજ અંતર્ગત 17 લાખ ખેડૂતોને પેમેન્ટ કરી દેવા અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 17 લાખ ખેડૂતોના એકાઉન્ટમાં આ રાહત પેકેજની રકમ જમા કરવામાં આવશે

તો બીજી તરફ, 40 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તે મામલે રાજ્ય સરકારની સહાય લેવા અનેક ખેડૂતો માગતા ન હોવાનો દાવો રાજ્યના કૃષિ મંત્રીએ કર્યો છે. તેમજ ખેડૂતોની નોંધણી માટે જરૂર લાગશે તો સમય લંબાવવામાં આવશે અને ઓનલાઈન અરજી કરવા માટે ૩૧મી તારીખે મુદત પૂરી થાય છે તેમાં મુખ્યમંત્રીની મંજૂરી લઈને જરૂર પડશે તો મુદત લંબાવીશું તેવું કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.