Not Set/ સરકાર દ્વારા પાંચ દિવસમાં 87021.39 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી

ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2018-19 માટે લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.15-11-2018થી ખરીદી શરૂ થયેલ છે તે અન્વયે ત.19-11-2018ના રોજ સાંજે 5 કલાક સુધીમાં કુલ 3712 ખેડૂતો દ્વારા 87021.39 ક્વિન્ટલ મગફળીની ખરીદી થયેલ છે. આ અંગે નાયબ જિલ્લા મેનેજર પાસેથી મળતી વિગતો અનુસાર તા.15-11-2018ના રોજથી રાજ્યના કુલ 122 એપીએમસી સેન્ટર કે જેને […]

Top Stories Ahmedabad Gujarat
ground સરકાર દ્વારા પાંચ દિવસમાં 87021.39 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી

ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2018-19 માટે લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.15-11-2018થી ખરીદી શરૂ થયેલ છે તે અન્વયે ત.19-11-2018ના રોજ સાંજે 5 કલાક સુધીમાં કુલ 3712 ખેડૂતો દ્વારા 87021.39 ક્વિન્ટલ મગફળીની ખરીદી થયેલ છે.

આ અંગે નાયબ જિલ્લા મેનેજર પાસેથી મળતી વિગતો અનુસાર તા.15-11-2018ના રોજથી રાજ્યના કુલ 122 એપીએમસી સેન્ટર કે જેને મગફળીના ખરીદી કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવેલ છે. દરેક કેન્દ્રાે ઉપર રાજ્ય સરકારની સૂચના અન્વયે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા ટીમો મુકી ખેડૂતોની મગફળી ખરીદવા માટે નાેંધણી પ્રક્રિયા કરવામાં આવેલ હતી.

નાેંધણી પ્રક્રિયાના એનરોલમેન્ટ ક્રમ અનુસાર ખેડૂતોને એસએમએસથી સરકારના નિયમ મુજબ રોજની 2500 કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા માટે જાણ કરી જે તે વિસ્તારના ખેડૂતોને જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે બોલાવવામાં આવેલ હતા.

ગુજરાત સરકારે નકકી કરેલા લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 5000 પ્રતિ ક્વિન્ટલ મુજબ 3712 ખેડૂતો પાસેથી 87021.39 ક્વિન્ટલની કુલ રૂ. 4351 લાખની મગફળી ખરીદવામાં આવેલ છે.