Not Set/ video:સુશાંત સિંહે આ રીતે લીધી પીઠ્ઠુ બનવાની ટ્રેનિંગ , ન્યુ સોંગ થયું રિલીઝ

મુંબઇ, સારા અલી ખાનની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’માં લીડ રોલ પ્લે કરી રહેલ એક્ટર સુશાંત સિંહ રાજપૂત એક પીઠ્ઠુનો રોલ નિભાવી રહ્યા છે. જણાવીએ કે પીઠ્ઠુ એ લોકો હોય છે જે કેદારનાથ યાત્રા દરમિયાન શારીરિક રૂપથી અક્ષમ અથવા તો કમજોર વ્યક્તિને પોતાની પીઠ પર બેસાડીને કેદારનાથ મંદિર સુધી લઈ જાય છે. આ રોલ પ્લે કરવા […]

Entertainment Videos
wqp video:સુશાંત સિંહે આ રીતે લીધી પીઠ્ઠુ બનવાની ટ્રેનિંગ , ન્યુ સોંગ થયું રિલીઝ

મુંબઇ,

સારા અલી ખાનની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’માં લીડ રોલ પ્લે કરી રહેલ એક્ટર સુશાંત સિંહ રાજપૂત એક પીઠ્ઠુનો રોલ નિભાવી રહ્યા છે. જણાવીએ કે પીઠ્ઠુ એ લોકો હોય છે જે કેદારનાથ યાત્રા દરમિયાન શારીરિક રૂપથી અક્ષમ અથવા તો કમજોર વ્યક્તિને પોતાની પીઠ પર બેસાડીને કેદારનાથ મંદિર સુધી લઈ જાય છે. આ રોલ પ્લે કરવા માટે સુશાંતે ખૂબ જ મહેનત કરી છે અને આના માટે તેઓએ ટ્રેનિંગ પણ લીધી છે.

એક રિપોટ્સ મુજબ સુશાંત સિંહે કેદારનાથના વિસ્તારમાં જઈને પીઠ્ઠુ લોકો પાસેથી ટ્રેનિંગ લીધી હતી. રિપોર્ટ્સ મુજબ શૂટિંગ દરમિયાન પીઠ્ઠુઓની એક લોકલ ટિમ સુશાંતને સતત ગાઈડ કરતી હતી. માહિતી અનુસાર આ તમામ સીન રિયલ લોકેશન પર લેવમાં આવ્યા છે અને આના માટે સુશાંતે કોઈ પણ બોડી ડબલનો ઉપયોગ કર્યો નથી.

જુઓ વીડીયો…

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહે આ સિન્સ માટે ઘણા વખત ટેક્સ આપ્યો અને જયારે તેને એ વાતનો વિશ્વાસ આવ્યો કે તે આ શોટ રિયલ બતાવી શકે ત્યાર પછી તેઓએ આ સીન્સ શૂટ કર્યા હતા. અત્યાર સુધી 2 સોંગ રિલીઝ થઇ ચુક્યા છે. પહેલું સોંગ ‘નમો નમો’ હતું. જેમાં સુશાંત સિંહને પીઠ્ઠુંનું કામ કરતા બતાવામાં આવ્યા છે. હવે બીજું પણ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સુશાંત અને સારા અલી ખાન નજીક આવતા બતાવ્યા છે.

આ નવા ગીતનું ટાઈટલ ‘કાફીરાના’ છે. અત્યાર સુધીમાં આ સોંગને YouTube પર 13 લાખ કરતા પણ વધુ વાર જોવામાં આવ્યું છે.