Not Set/ ઉમરગામમાં મેઘતાંડવ, 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ, નવસારી સહિતના જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેના અંતર્ગત ઉમરગામમાં છેલ્લા આઠ કલાકમાં છ (6) ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આઠ ઇંચ વરસાદના લીધે ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેથી આ તળાવ ઓવરફલો […]

Top Stories Gujarat Surat Others Trending
Heavy Rain in Umargam, 6 inches rain in 8 hours, migration of 200 people

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ, નવસારી સહિતના જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેના અંતર્ગત ઉમરગામમાં છેલ્લા આઠ કલાકમાં છ (6) ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આઠ ઇંચ વરસાદના લીધે ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેથી આ તળાવ ઓવરફલો થઈ ગયું હતું અને તેના પાણી ગામમાં ફરી વળ્યા હતાં જેને લીધે ૨૦૦ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટીંભી તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ફરી વળ્યા 

Umargam Rain 2 ઉમરગામમાં મેઘતાંડવ, 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર

ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણીથી તરબતર થઇ ગયું છે. વલસાડ જિલ્લાનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. જેના લીધે ઉમરગામનું જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ પડવાના લીધે ઉમરગામમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી દેખાય છે. ઉમરગામમાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

Umargam Rain 4 ઉમરગામમાં મેઘતાંડવ, 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર

ઉમરગામ ગામના રોહિતવાસમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. NDRFની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ NDRF ની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આશરે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

Umargam Rain 6 ઉમરગામમાં મેઘતાંડવ, 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જિલ્લાના ધરમપુરમાં 7 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, પારડીમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, અને કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી દફતરે નોંધાયો છે.

Umargam Rain 7 ઉમરગામમાં મેઘતાંડવ, 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ બની છે. ઉમરગામમાં આભ ફાટવાના લીધે આઠ કલાકમાં જ ૬ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાપી, વલસાડ, ઉમરગામ અને ડાંગમાં વરસાદથી હાલાકી સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે.