મોડે મોડે પણ મેઘરાજા ગુજરાત પર મેહરબાન થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત, બરોડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, કચ્છ સહિત ના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા ગામડાઓમાં પુરના પાણી ધસી જવાને કારણે લોકો ને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શેક છે. તો આ બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છ,તથા પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, વડોદરા, આણંદ, અરવલ્લી જીલ્લામાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષીણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વિગેરે જીલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારો ને દરિયામાં ન જવાની સલાહ આપવામા આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સીસ્ટમ સક્રિય થઇ છે જેને લઇ ને અગામી 48 કલાક સુધીમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને જેને લઇ ને હજુ પણ આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
